Rcb Remove Picture And Name From Social Media Accounts
ક્રિકેટ /
IPL પહેલા આવી મોટી ખબર, તો શું હવે વિરાટ કોહલી RCBની ટીમમાં નહીં હોય?
Team VTV10:59 AM, 13 Feb 20
| Updated: 12:46 PM, 13 Feb 20
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ બુધવારે તેના સોશિયલ મીડિયા પરના અનેક એકાઉન્ટ્સમાંથી પ્રોફાઇલ ફોટો હટાવી દીધો છે. આ સાથે તેણે પોતાનું નામ પણ બદલ્યું છે. તેનાથી ચાહકો જ નહીં, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત છે.
વિરાટની કેપ્ટન્સીવાળી બેંગલોર ટીમે બદલ્યું નામ
ચહલે ટ્વિટ કર્યું, આ શું ગુગલી છે
રોયલ ચેલેન્જર્સ ટીમ હજી સુધી ખિતાબી જીત હાંસલ કરી નથી શકી
વિરાટ કોહલી અત્યારે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. તેણે ગુરુવારે ટ્વિટ કરીને લખ્યું કે, 'પોસ્ટ્સ ગાયબ થઈ જાય છે અને કેપ્ટનને જાણ કરવામાં આવતી નથી. @rcbtweets તમને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો મને જણાવો.'
Posts disappear and the captain isn’t informed. 😨 @rcbtweets, let me know if you need any help.
બીજી તરફ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ દંગ રહી ગયો હતો. ચહલ ન્યૂઝીલેન્ડ પ્રવાસથી પરત ફરીને ટ્વિટ કરી, 'અરે આરસીબી, આ શું ગુગલી છે? તમારો પ્રોફાઇલ ફોટો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ક્યાં ગયા?'
Arey @rcbtweets, what googly is this? 🤔 Where did your profile pic and Instagram posts go? 😳
વિરાટ કોહલીની અધ્યક્ષતાવાળી આરસીબી ટીમે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલનું નામ બદલી નાખ્યું છે, જેનાથી ઘણાં લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. તેમણે એકાઉન્ટમાંથી ડિસ્પ્લે પિક્ચર અને કવર ફોટો પણ હટાવી દીધો છે અને નામ બદલીને રોયલ ચેલેન્જર્સ કરી દીધું છે. આવું જ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ કર્યું છે.
આવું કેમ કરવામાં આવ્યું છે તે અંગે ફ્રેંચાઈઝી તરફથી હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ ટીમ હજી સુધી ખિતાબી જીત હાંસલ કરી શકી નથી.