બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:11 PM, 25 January 2021
ADVERTISEMENT
આરસીબીએ 14મી સિઝન પહેલા 10 પ્લેયર્સને રિલીઝ કર્યા
IPL 2021નાં શરુ થતા પહેલા ટીમ ફ્રેન્ચાઇઝીએ ઘણાં એવા પ્લેયર્સને બહારનો રસ્તો બતાવી દીધો છે જે છેલ્લી સિઝનમાં સારુ પ્રદર્શન આપી નથી શક્યા તેમજ તેઓ તેમનાં બજેટમાં ફિટ નથી બેસતા. તેમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ 14મી સિઝમ પહેલા 10 ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જેમાંનું એક નામ ઓલરાઉન્ડર શિવમ દુબેનું પણ છે.
ADVERTISEMENT
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમનો આ પ્લેયર ચર્ચામાં
શિવમ દુબે માટે આઈપીએલ 2020 વધારે ખાસ નહોતી રહી માટેજ વિરાટની ફ્રેન્ચાઈઝીએ તેને આગામી સિઝન પહેલા રિલીઝ કરી દીધો છે. પણ શિવમ દુબે હવે જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે, શિવમ દુબે હાલમાં જો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો જેમાં તેણે તેની ટીમનું પ્રદર્શન ભલે ખરાબ રહ્યું પણ તેમાં શિવમ દુબેએ તેની બેટીંગનો જલવો બતાવ્યો હતો.
40ની બેટિંગ એવરેજ સાથે 10 છક્કા અને 10 ચોક્કા લગાવી 161 રન બનાવ્યા
શિવમ દુબેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બોલ અને બેટ બંનેમાં સારુ પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં તેણે મુંબઈની ટીમમાંથી સૌથી વધારે 161 રન બનાવ્યા હતા. જેમાં તેની બેટિંગ એવરેજ 40.25 અને તેની સ્ટ્રાઈક રેટ આશરે 140ની રહી હતી. દુબેએ ટૂર્નામેન્ટમાં 10 છક્કા અને 10 ચોકા લગાવ્યા હતા. તેણે તેમાં એક હાફ સેન્ચ્યુરી પણ બનાવી હતી. દુબેએ 5 મેચોમાં 3 વિકેટ પણ લીધી હતી. જેની ઇકોનોમી રેટ 7.50 રહ્યો હતો. જોકે આ પ્રદર્શનનો તેને કોઈ ફાયદો મળ્યો નથી કેમકે આરસીબીએ તેને રિટેન નથી કર્યો.
20 લાખની બેઝ પ્રાઇઝનાં પ્લેયરની હિટીંગ જોઈ 5 કરોડમાં ખરીદાયો
શિવમ દુબેને આરસીબીની ટીમમાં 5 કરોડની કિંમતમાં ખરીદવામાં આવ્યો હતો. મુંબઈનાં આ ઓલરાઉન્ડરની બેઝ પ્રાઇઝ ફક્ત 20 લાખ હતી પણ તેની બોલિંગ અને હિટીંગને લીધે તેને ખરીદવા માટે ટીમો તૂટી પડી હતી. જોકે શિવમ દુબે તેની પ્રતિભાને મેદાન પર બતાવી શક્યો નહતો. આઈપીએલમાં આ ઓલરાઉન્ડરે 15 મેચોમાં ફક્ત 16.90ની એવરેજથી 169 રન બનાવ્યા. જ્યારે 2020માં દુબેને 11 મેચોમાં રમવાની તક મળી પણ તે 129 ફક્ત 129 રન બનાવી શક્યો હતો. બોલિંગમાં પણ તે ખૂબજ મોંઘો સાબીત થયો હતો તેણે 8.11ની ઇકોનોમી રેટથી રન આપીને ફક્ત 4 જ વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.