rcb celebration after mi victory over dc enters into playoffs here is the video
IPL 2022 /
મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ મન મૂકીને નાચ્યા RCB ના ખેલાડીઓ, પ્લેઓફમાં એન્ટ્રી મળતા કરી જોરદાર ઉજવણી
Team VTV01:09 PM, 22 May 22
| Updated: 01:30 PM, 22 May 22
મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીને હરાવ્યા બાદ સૌથી વધારે ખુશ કોઈ થયું હોય તો એ રોયલ ચેલેન્જર્સની ટીમના ખેલાડીઓ અને ફેન્સ.પ્લેઓફમાં નાટકીય પ્રવેશ બાદ તેઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા.
RCB નો MI ને ખુલ્લો સપોર્ટ
મુંબઈ ઈંડિયંસ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનું ભવિષ્ય નક્કી થવાનું હતું જે હવે થઈ ગયું છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને વિરાટ કોહલી સહિત આખી ટીમ અગાઉથી મુંબઈને સમર્થન જાહેર કરી ચૂક્યા હતા. મેચ અગાઉ ટીમના સભ્યો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા જેનો Video RCB ના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આખરે મુંબઈની જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડીઓએ જે ઉજવણી કરી તે પણ શાનદાર હતી.
કોહલી સહિતના ખેલાડીઓ નાચ્યા
મેચ પત્યા બાદ મુંબઈની જીત થતાં જ કોહલી ગ્લેન મેક્સવેલ કેપ્ટન ડુ પ્લેસીસ સહિતના ખેલાડીઓ નાચતા જોવા મળ્યા હતા. તેમના ચહેરાઓ પર અનોખો આનંદ જોવા મળ્યો હતો.
— Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2022
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની પ્લેઓફમાં એન્ટ્રી
હવે લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે પ્લેઑફ મુકાબલો રમાશે. એટલે આ જ ચાર ટીમોમાંથી આઈપીએલ 2022નું ચેમ્પિયન મળશે.
ટિમ ડેવિડે બદલી નાખી આખી મેચ
મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચમાં ટિમ ડેવિડે કમાલ કરી દીધી. ટિમને જીવનદાન મળ્યું, જેનો તેમણે ખુબ ફાયદો ઉઠાવ્યો. ટિમે 11 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા પણ સામેલ હતા. એક સમયે મેચ મુંબઈની પકડથી દૂર જઇ રહી હતી, પરંતુ ટિમ ડેવિડે આવીને આખી ગેમ પલટી નાખી. ટિમ સિવાય તિલક વર્માએ પણ છેલ્લી ઓવરમાં 17 બોલમાં 21 રન બનાવ્યા.
ટિમ ડેવિડના ધમાલથી પહેલા ઈશાન કિશને પણ 48 રનોની ઇનિંગ રમી, કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવી શક્યા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 37 રનોની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તેઓ લાંબી ઇનિંગ ન રમી શક્યા. મુંબઈ ઇન્ડિયન્સે પોતાની આઈપીએલ 2022ની સફરને જીત સાથે ખતમ કરી. અને મુંબઈની આ જીત સાથે બેંગલુરૂના ફેન્સને જશ્ન મનાવવાનો મોકો મળ્યો.