બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / RCB અને KKRના કેપ્ટન અંગે સસ્પેન્સનો અંત, આ યુવા ખેલાડીઓના હાથમાં હશે ટીમની કમાન
Last Updated: 03:16 PM, 13 December 2024
RCB And KKR Captain: આઇપીએલ 2025ની હરાજી પહેલા આ બંને ટીમોએ પોતાના જૂના કેપ્ટનને રિલીઝ કરી દીધા હતા. કેકેઆરએ શ્રેયસ ઐયર અને RCBએ ફાફ ડુ પ્લેસિસને રિટેન કરી દીધા છે.
ADVERTISEMENT
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન એટલે કે IPL 2025 માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જો કે ઘણી એવી ટીમો છે જેણે હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) પણ આ યાદીમાં સામેલ છે. આ બંને ટીમોના કેપ્ટનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ADVERTISEMENT
પહેલા વાત કરીએ KKRની. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે કોલકાતા નાઈટ રાઈડર્સ આગામી સિઝનમાં રિંકુ સિંહને ટીમનો કેપ્ટન બનાવી શકે છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા. જોકે બાદમાં કેકેઆરના કેપ્ટનને લઈને મોળ આવ્યો. ત્યારે વધુ એક નવા સમાચાર આવ્યા કે આ વખતે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવામાં આવશે.
બંને વખત સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા હતા. હવે એક નવા રિપોર્ટમાં નવો દાવો કરવામાં આવ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ વેંકટેશ ઐયર IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હશે. આ ઓલરાઉન્ડરને ખરીદવા માટે KKRએ હરાજીમાં મોટી રકમ ખર્ચી હતી. KKRએ વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હવે વાત કરીએ RCBની. જ્યારે RCBએ હરાજી પહેલા ફાફ ડુ પ્લેસિસને રિલીજ કર્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે હવે ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ત્યારબાદ થોડા દિવસો પછી સમાચાર આવ્યા કે ફરી એક વાર વિરાટ કોહલી RCBની કમાન સંભાળશે. જો કે વિરાટ કે ફ્રેન્ચાઈઝીએ આ અંગે કંઈ કહ્યું નથી.
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / પહેલા ધોની, પછી હોકી ટીમ અને હવે ડી ગુકેશ, ભારતને ચેમ્પિયન બનાવતા વિદેશીની ઈનસાઈડ સ્ટોરી
આ દરમિયાન એક અન્ય સમાચાર આવ્યા કે આરસીબી કોઈપણ કિંમતે કેએલ રાહુલને ખરીદશે અને તેને પોતાનો કેપ્ટન બનાવશે. આ દાવો પણ સાવ ખોટો સાબિત થયો. હવે એક નવું અપડેટ આવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે RCB યુવા ખેલાડી રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કરશે. રજત પાટીદાર સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં મધ્યપ્રદેશની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેમની કપ્તાની હેઠળ એમપીએ શાનદાર પ્રદર્શન કર્યું અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે મધ્યપ્રદેશનો મુકાબલો 13 ડિસેમ્બરે સેમિફાઇનલમાં દિલ્હી સામે થશે. જો રજત તેની ટીમને ખિતાબ જીતાડે છે, તો તે લગભગ નિશ્ચિત થઈ જશે કે તે RCBનો કેપ્ટન બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટમાં જગતમાં ચર્ચા / કોહલી અને પંત રમશે રણજી ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાયો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT