બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:40 PM, 8 October 2022
ADVERTISEMENT
આરબીઆઇની પોતાની ડિજિટલ કરન્સી RBI DIGITAL CURRENCY ટૂંક સમયમાં જ કાર્યરત થશે. E-RUPEEને લઇને ભારતીય રિઝર્વ બેંકની તરફથી મોટો અપડેટ આપવામાં આવ્યો છે. બેંકે એક કોન્સેપ્ટ નોટ જાહેર કર્યો છે સાથે જ ઇ-રૂપિયાના પાયલટ લૉન્ચીંગની પણ વાત કરી છે. આ કોન્સેપ્ટ નોટ થકી લોકોમાં જાગૃતિ ફેલાશે જેના લીધે આ ડિજિટલ કરન્સી યોગ્ય રીતે ઉપયોગમાં લેવાની રીતને સુનિશ્ચિત કરી શકાશે.
પાયલટ લોન્ચની બનાવી યોજના
RBIની તરફથી ઇ-રૂપિયાની લોન્ચીંગને લઇને તૈયાર કરવામાં આવી રહેલા પ્લાનનાં વિષે જણાવ્યું હતું. બેંક તરફથી આવેલા અપડેટ અનુસાર આ ઇ-રૂપિયાના પાયલેટ પ્રોજેક્ટના લોન્ચીંગની યોગ્ય યોજના બનાવવામાં આવી રહી છે.RBI એ કહ્યું કે ઇ-રૂપિયાને પાયલટ આધાર પર લૉન્ચ કરવામાં આવશે.
ADVERTISEMENT
સમય-સમય પર આપવામાં આવશે નવી માહિતી
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ચીફ જનરલ મેનેજર, યોગેશ દયાલે આ વિષયક માહિતી આપતા કહ્યું હતું કે પાઇલેટ પ્રોજેક્ટનો સ્કૉપ જેમ-જેમ આગળ વધશે, આરબીઆઇ ઇ-રૂપિયાથી સંબંધિત નાણાકીય ફીચર્સ અને લાભો જોડતાં જશે. રિઝર્વ બેંક તરફથી લોકો વચ્ચે CBDC એટલે કે સેંટ્રલ બૈંક ડિજિટલ કરન્સીના વિષે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસોબાજુના લોકો વચ્ચેની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના વિષયક જાગૃતિ ફેલાવવા માટે એક કોન્સેપ્ટ નોટ પણ ફાળવવામાં આવી છે.
હવે હાથમાં CASH રાખવાની જરૂર નથી
દેશમાં આરબીઆઈઆઈની ડિજિટલી (ઈ-રૂપી) આવ્યા બાદ તમને તમારી પાસે રોકડાં પૈસા રાખવાની જરૂર લગભગ નહિવત્ રહેશે. નાણું તમે તમારા મોબાઇલ વોલેટમાં સેફ રાખી શકો છો અને આ ડિજિટલ કરન્સીના સર્કુલેશન પર સંપૂર્ણપણે રિઝર્વ બેંકનું નિયંત્રણ રહેશે. આ વર્ષે રજૂ કરવામાં આવેલ બજેટ દરમિયાન નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે RBI આ નાણાકીય વર્ષમાં બ્લોક ચેન ટેકનીક પર આધારિત ડિજિટલ કરન્સી CBDCને રજૂ કરશે.
CBDCનાં કોન્સેપ્ટ પેપરમાં આ લખેલ છે.
RBI એ સીબીડીસીના પોતાના કન્સેપ્ટ લેટરમાં લખ્યું છે કે ઇ-રૂપિયાનો ઉપયોગ કરવામાં એ બાબતો પર ધ્યાન દેવાઇ રહ્યું છે કે કોઇપણ રીતે નાણાકીય લેન-દેનમાં અવરોધ ન આવે અને કોઇપણ સંભવત: સમસ્યાની અસર મોટી ન હોય. આમ, ડિજિટલ કરન્સી સાથે સંકળાયેલ જરૂરી મુદાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી જેમાં CBDC સાથે જોડાયેલા પ્રાઇવેસી ફેક્ટરનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.