બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:57 AM, 3 August 2024
સૉવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા લોકોને ઝટકો લાગી શકે છે. રિપોર્ટ અનુસાર સરકાર સૉવરેન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમ બંધ કરી શકે છે અથવા તેના હપ્તા ઘટાડી શકે છે. કેન્દ્રીય બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ આ નિર્ણય લઈ શકાય છે.
ADVERTISEMENT
જાણીતું છે કે RBIએ 30 નવેમ્બર, 2015ના રોજ આ ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી અને સ્કીમમાં લોકોને બજાર કરતાં ઓછી કિંમતે સોનું ખરીદવાની સુવિધા મળી હતી. હવે કહેવાય રહ્યું છે કે સરકાર આ યોજના બંધ કરી શકે છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય સપ્ટેમ્બર 2024માં લેવામાં આવશે.
ADVERTISEMENT
હવે સરકારે બજેટ 2024માં સોના પરની આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધી હતી અને આ પછીથી સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા લોકોને ઘણું નુકસાન થયું છે એવું કહેવાય રહ્યું છે અને આ સ્કીમ બંધ થઈ શકે એવી પણ વાતો ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૉવરેન ગોલ્ડ બોન્ડ યોજના સામાજિક સુરક્ષા માપદંડને બદલે રોકાણના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાને સરકારી ખાધને ભંડોળ પૂરું પાડવા માટેના સૌથી મોંઘા સાધન તરીકે જોવામાં આવે છે. હાલમાં સરકાર ગોલ્ડ બોન્ડ સ્કીમનો કોઈ વિકલ્પ શોધી રહી નથી.
જાણો શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. જેને RBI જારી કરે છે. SGBને ડીમેટનાં રૂપમાં પરિવર્તિત કરાવી શકાય છે. આ બોન્ડ 1 ગ્રામ સોનાનો હોય છે. એટલે કે 1 ગ્રામ સોનાની જે કિંમત હોય છે તે બોન્ડની કિંમત હોય છે. સોવરેન ગોલ્ડ બોન્ડની મદદથી તમે 24 કેરેટનાં 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો. ઓનલાઈન અપ્લાય કરવા પર અને ડિજિટલ પેમેંટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો ડિસકાઉન્ટ મળે છે. કોઈપણ વ્યક્તિ એક ફાઈનેંશિયલ યરમાં ઓછામાં ઓછા 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનામાં રોકાણ કરી શે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.