બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 AM, 6 December 2024
RBI Repo Rate: રિઝર્વ ઓફ ઇન્ડિયા (RBI)ની MPC બેઠકના પરિણામો સામે આવી ગયા છે અને આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તેને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી છે. હવે લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
ADVERTISEMENT
#WATCH | Mumbai | RBI Governor Shaktikanta Das says, "The Monetary Policy Committee decided by a majority of 4:2 to keep the policy repo rate unchanged at 6.5%..."
— ANI (@ANI) December 6, 2024
(Source: RBI) pic.twitter.com/oteBt4FLlQ
શક્તિકાંત દાસનો પૂરો થઈ રહ્યો છે
ADVERTISEMENT
ભારતના રિઝર્વ ગવર્નર તરીકે, શક્તિકાંત દાસ છેલ્લી વખત આરબીઆઈની નાણાકીય નીતિની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શક્તિકાંત દાસનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે.
વધુ વાંચો : RBIનો વિશ્વમાં ડંકો, આ મામલે અનેક દેશોને પછાડીને બની નંબર વન
ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર થયો હતો.
શક્તિકાંત દાસના કાર્યકાળની આ છેલ્લી MPC બેઠક છે અને હાલમાં રેપો રેટ 6.50 ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.