બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આ બાજુ RBIએ પ્રતિબંધ હટાવ્યો, ને બીજી બાજુ શેર રોકેટ ગતિએ ભાગ્યા, પહોંચ્યા 52 સપ્તાહના હાઇ લેવલ પર
Last Updated: 11:51 AM, 13 February 2025
આજે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર-ચડાવ નોંધાઈ રહયો છે. ક્યારેક ગ્રીન તો ક્યારેક રેડ ઝોનમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ વચ્ચે પ્રાઇવેટ સેક્ટરના દિગ્ગજ કોટક મહિન્દ્રાના શેરમાં તેજી દેખાઈ રહી છે.
ADVERTISEMENT
કોટક મહિન્દ્રા બેન્કના શેરમા તેજી
આ બેન્કિંગ સ્ટોકમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લાગેલા પ્રતિબંધો હટાવ્યા પછી તેજી આવી છે. કોટક બેન્કના શેરમાં માર્કેટ ખૂલતાની સાથે જ ઝડપ પકડી હતી અને માર્કેટ ખુલાવના અડધા કલાકમાં જ તે ઉકચલીને 52 અઠવાડિયાના નવા હાઈ લેવલ પર પહોંચી ગયું છે. આ બેન્કિંગ શેર 1963 રૂપિયા પર ખૂલ્યો હતો અને મિનિટોની અંદર જ 2.50%ના વધારા સાથે 1992.80 રૂપિયા પહોંચી ગયો હતો. ભારતીય રિઝર્વ બેન્કે કોટક મહિન્દ્રા બેન્ક પર ગયા વર્ષે 24 એપ્રિલ 2024 ના રોજ પ્રતિબંધ લગાવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા જઇ રહ્યાં છો? તો પહેલા તેની સાથે જોડાયેલા ટર્મ સમજી લેજો
ભારતીય રિઝર્વ બેન્કે લગાવ્યા હતા આ પ્રતિબંધ
આ પ્રતિબંધમાં ઓનલાઈન નવા ગ્રાહકોને જોડવાથી લઈને નવા ક્રેડિટ કાર્ડ આપવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આરબીઆઇના બેન્કિંગ વિનિમયન અધિનિયમ હેઠળ 1949ની કલમ 35a અંતર્ગત અલગ અલગ ક્વેરીઓ સામે આવ્યા બાદ કોટક બેન્ક પર એક્શન લેવામાં આવી હતી. હવે આ તમામ પ્રતિબંધોને દૂર કરાયા પછી તેના શેરોએ ફરી તેજી પકડી છે અને તેની બેન્કની માર્કેટ કેપ પણ વધી ને 3.94 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.