બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBI proposes mobile app to help visually impaired to identify currency notes

એપ્લિકેશન / RBI : બેન્ક નોટની ઓળખ માટે રિઝર્વ બેન્ક લાવશે મોબાઇલ એપ

Last Updated: 03:34 PM, 13 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક નેત્રહીન લોકોને નોટની ઓળખ થઇ શકે તે માટે એક મોબાઇલ એપ લાવવા પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હાલ દેશમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 100રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયાની નોટ પ્રચલનમાં છે.

રિઝર્વ બેંક નેત્રહીન લોકોને નોટની ઓળખ થઇ શકે તે માટે એક મોબાઇલ એપ લાવવા પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હાલ દેશમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 100રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા અને 2000 રૂપિયાની નોટ પ્રચલનમાં છે. 

આ ઉપરાંત ભારત સરકાર એક રૂપિાયની નોટ પણ જારી કરે છે. નોટોની ઓળખ કરવામાં નેત્રહીન લોકોની મદદ કરવા માટે 'ઇન્ટાગ્લિયો પ્રિન્ટિંગ' એટલે કે ઉભાર વાળી છપાઇમાં 100 તથા તેથી મોટી નોટ ઉપલબ્ધ છે. આ અંગે રિઝર્વ બેન્કે મોબાઇલ એપ બનાવવા માટે ટેક્નોલોજી કંપનીઓની બીડ મંગાવી છે. 

કેન્દ્રીય બેન્કે કહ્યું કે, 'મોબાઇલ એપ મહાત્મા ગાંધી શ્રેણી અને મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની નોટોએ મોબાઇલ કેમેરા સામે રાખવા અથવા સામેથી પસાર કરતા ઓળખવામાં સક્ષમ હોવી જોઇએ. ઉપરાંત મોબાઇલ એપ કોઇપણ એપ સ્ટોરમાં વોઇસ દ્વારા શોધવા લાયક હોવી જોઇએ. 

રિજર્વ બેન્કે કહ્યું કે એપ બે સેકન્ડમાં નોટ ઓળખવામાં સક્ષમ હોવી જોઇએ તથા વિના ઇન્ટરનેટ (ઓફલાઇન) પણ કામ કરી શકે તેવી હોવી જોઇએ. ઉપરાંત તેમા એપમાં એકથી વધુ ભાષા અને અવાજની સાથે નોટિફિકેશન આપવા યોગ્ય હોવી જોઇએ. ઓછામાં ઓછી આ એપ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ હોવી જોઇએ. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં 80 લાખ લોકો એવા છે જે નેત્રહીન અથવા જોવામાં અક્ષમ છે. રિઝર્વ બેન્કની આ પહેલથી લોકોને મદદ મળશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Currency notes Mobile App RBI Software coin and currency business
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ