બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / rbi new rule to memorise 16 digit debit card credit card numbers expiry date and cvv for data protection
Premal
Last Updated: 04:03 PM, 22 August 2021
ADVERTISEMENT
ઓનલાઈન ફ્રોડને રોકવા આ પગલું ઉઠાવ્યું
ADVERTISEMENT
આ નિયમો ડેટા સ્ટોરેજ પોલિસી હેઠળ છે. જેમાં ગ્રાહકો સાથે જોડાયેલી સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના 16 આંકડા ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સાથે સીવીવી અને એક્સપાયરી ડેટ પણ. જે લોકો કાર્ડનો ઉપયોગ ઓનલાઈન બેન્કિંગ માટે કરે છે. તેમને ખબર હોય છે કે 16 આંકડાનો નંબર, સીવીવી અને એક્સપાયરી ડેટ કેટલું મહત્વ ધરાવે છે. કૌભાંડ પણ આમાં જ થાય છે. કોઈ પણ પ્રકારના કૌભાંડ અને ઓનલાઈન ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેંકે આ પગલું ઉઠાવ્યું છે. જેના માટે રિઝર્વ બેંકે પેમેન્ટ ગેટવે કંપનીઓ (જે પ્રકારની કંપનીઓ દ્વારા ઓનલાઈન ટ્રાન્જેક્શન થાય છે)ના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જેમાં ગ્રાહકોના કાર્ડ સાથે જોડાયેલી માહિતી પોતાના સર્વર પર સ્ટોર કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ કંપનીઓમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને નેટફ્લિક્સ જેવી કંપનીઓ છે.
આગામી વર્ષથી લાગુ થશે આ નિયમો
RBIના નવા નિયમ મુજબ, આગામી વર્ષથી ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો આખા 16 આંકડાનો નંબર લખવો પડશે. જ્યારે વ્યવહાર કરશો ત્યારે લખવો પડશે. આ સાથે સીવીવી અને એક્સપાયરી ડેટની માહિતી આપવી પડશે. જેનાથી ગ્રાહકોને થોડી મુશ્કેલી થાય છે. પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ ઉપાડેલુ આ પગલું યોગ્ય સાબિત થઈ રહ્યું છે.
કેમ યાદ રાખવા પડશે આ નંબર
આરબીઆઈ તરફથી વધારવામાં આવેલુ આ પગલું કદાચ જાન્યુઆરી 2022થી લાગુ થશે. જો આ નિયમ અમલમાં આવે છે તો ગ્રાહકને દરેક ઓનલાઈન ટ્રાન્જેક્શન પર કાર્ડની બધી વિગતો જાહેર કરવી પડશે. જેમકે કાર્ડ નંબર, સીવીવી એક્સપાયરી તારીખ. તમે કોઈ વેપારની વેબસાઈટ્સ પર ટ્રાન્જેક્શન કરો અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર. આ નિયમો બંને જગ્યાએ એકરીતે લાગુ થશે. ગ્રાહકોને મુશ્કેલી થાય છે કે કાર્ડના કેટલા નંબર યાદ રાખવા. પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે કે વ્યાપાર કરતી કંપનીઓ અને ઈ-કોમર્સ કંપનીઓ તમારી માહિતી સ્ટોર ના કરે. જેનાથી કોઈ મોટું નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.