બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:58 AM, 6 February 2025
RBI MPC Meeting: મોદી સરકારના 3.0ના બજેટ 2025માં, મધ્યમ વર્ગને મોટી રાહત આપતા, 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ રેપો રેટ પર મોટો નિર્ણય લે તેવી અપેક્ષા છે.
ADVERTISEMENT
રેપો રેટ અંગે ચર્ચા થઈ રહી છે
નોંધનીય છે કે, RBI MPCની બેઠક બુધવાર (05 ફેબ્રુઆરી 2025)થી શરૂ થઈ છે અને તેમાં રેપો રેટ અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, તમારી લોન EMI ઓછી થશે કે નહીં તે જાણવા માટે, તમારે આજનો દિવસ રાહ જોવી પડશે, કારણ કે મીટિંગના પરિણામો શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.
ADVERTISEMENT
રેપો રેટમાં ઘટાડાની અપેક્ષા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. ઘણા એક્સપર્ટ આગાહી કરી રહ્યા છે કે આ વખતે લાંબા સમયથી સ્થિર રહેલી પોલિસી રેટમાં ફેરફાર થઈ શકે છે. તેમનું કહેવું છે કે ભારતીય રિઝર્વ બેંક કન્ઝમ્પશન અને લિક્વિડિટી વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો 25 થી 50 બેસિસ પોઈન્ટ સુધીનો હોઈ શકે છે. જોકે, રૂપિયામાં ઘટાડો આરબીઆઈ માટે ચિંતાનો વિષય છે.
તો તમારો EMI ઘટશે!
જો એક્સપર્ટની આગાહી સાચી પડે અને RBI રેપો રેટમાં 25-50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે, તો લોન લેનારાઓ માટે મોટી રાહત થશે અને તેમની લોનની હપ્તા (EMI) ઓછા થઈ જશે.
રેપો રેટના ઘટવાથી લોનનો EMI ઘટે છે
ઉલ્લેખનીય છે કે, રેપો રેટ બેંક લોન લેતા ગ્રાહકો સાથે સીધો જોડાયેલો છે. રેપો રેટના ઘટવાથી લોનનો EMI ઘટે છે અને તેના વધવાથી લોનનો EMI વધે છે. રેપો રેટ એ દર છે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વાણિજ્યિક બેંકોને નાણાં ઉધાર આપે છે. રેપો રેટનો ઉપયોગ નાણાકીય સત્તાવાળાઓ ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરે છે.
કેમ ઓછા થઈ શકે છે રેપો રેટ?
જો વાત કરીએ કે કેન્દ્રીય બેંક રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કેમ લઈ શકે છે, તો તમને જણાવી દઈએ કે રિટેલ ફુગાવો વર્ષના મોટાભાગના સમય માટે રિઝર્વ બેંકની 6 ટકાની મર્યાદામાં રહ્યો છે. આ કારણોસર, ઓછા કન્ઝમ્પશનથી પ્રભાવિત વૃદ્ધિને વેગ આપવા માટે કેન્દ્રીય બેંક પણ દર ઘટાડી શકે છે. RBI દર બે મહિને MPCની બેઠકનું આયોજન કરે છે અને છ સભ્યોની સમિતિ રેપો રેટ, ફુગાવાથી લઈને GDP સુધીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
વધુ વાંચો : અમદાવાદ સહિત 10 શહેરોમાં આજે સોનાના ભાવ વધ્યા, શું આ વર્ષમાં ગોલ્ડ થશે સસ્તું?
નવા નિયુક્ત RBI ગવર્નરની પ્રથમ MPC બેઠક
રિઝર્વ બેંકના નવા નિયુક્થ RBI ગવર્નર પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે અને શુક્રવારે તેમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયોની જાહેરાત કરશે. જો આપણે SBIના સંશોધન અહેવાલ પર નજર કરીએ તો એવું કહેવામાં આવ્યું છે કે ચોથા ક્વાર્ટરમાં CPI આધારિત ફુગાવાનો દર ઘટીને 4.5 ટકા થઈ ગયો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં તે સરેરાશ 4.8 ટકા રહેવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય બેંક રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે.
વધુ વાંચો : આ તારીખે 3 કલાક માટે UPI ટ્રાન્ઝેક્શનની સુવિધા બંધ રહેશે, જાણો કારણ
છેલ્લે રેપો રેટ ક્યારે બદલાયો હતો?
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરી 2023થી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. RBIએ છેલ્લી વખત કોવિડ (મે 2020) મહામારી દરમિયાન દરમાં ઘટાડો કર્યો હતો અને તે પછી તેને ધીમે ધીમે 6.5 ટકા સુધી વધારવામાં આવ્યો હતો. ત્યારથી રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. જેના કારણે બેંક લોન પણ મોંઘી થઈ ગઈ છે.
ડૉલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે
RBIની નાણાકીય નીતિ પહેલા ભારતીય રૂપિયો તળીએ પહોંચી ગયો છે. આજે ડૉલર સામે રૂપિયો નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકન ડૉલરની માંગમાં વધારો થવાને કારણે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. આ માંગ નોન-ડિલિવરેબલ ફોરવર્ડ્સ (NDF) માર્કેટમાં પોઝિશન્સની પરિપક્વતાને કારણે થવાની શક્યતા છે. આજે (06 ફેબ્રુઆરી 2025) ડૉલર સામે રૂપિયો 0.1 ટકા ઘટીને 87.55 પર પહોંચી ગયો, જે બુધવારે બનાવેલા તેના અગાઉના રેકોર્ડ નીચા સ્તર 87.4875ને પણ વટાવી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.