નથી બદલાયો રેપો કે રિવર્સ રેપો રેટ, EMI પણ રહેશે યથાવત: RBI

By : admin 03:29 PM, 05 December 2018 | Updated : 05:42 PM, 05 December 2018
RBIએ આજે પોતાની ક્રેડિટ પોલિસીનો ખુલાસો કરી દીધો છે. આ પોલિસીની અસર સીધી જ સામાન્ય જનતા પર પણ પડશે. આજની બેઠક દરમ્યાન RBIએ રેપો રેટમાં કોઇ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે.

વિશ્લેષકોનું કહેવું એમ છે કે RBIની મોનેટરી પોલિસી કમિટી કાચા તેલનાં ભાવોમાં ઉણપ, ખાદ્ય વસ્તુઓની ઓછી મોંઘવારી અને ગ્રોથનાં હાલતને જોતાં આ નિર્ણય લીધો. જો કે હાલમાં રેપો રેટ 6.5 ટકા યથાવત રાખવામાં આવેલ છે. ત્યાં બીજી બાજુ રિવર્સ રેપો રેટ 6.25 ટકા પર જ કાયમ રહેશે. એટલે કે આપની EMI પણ વધવાનો કોઇ જ ખતરો નથી.

છેલ્લી ક્રેડિટ પોલિસી સમીક્ષા દરમ્યાન RBIએ રેપો રેટ હોલ્ડ કરીને ચોંકાવી દીધાં હતાં. આ વખતે પણ નિર્ણય કંઇક એવો જ આવ્યો છે. RBIએ નાણાંકીય વર્ષ 2019માં જીડીપી ગ્રોથ અનુમાન 7.4 ટકા પર યથાવત રાખેલ છે. RBIનું અનુમાન છે કે ઓક્ટોમ્બર-માર્ચ સમયગાળામાં જીડીપી ગ્રોથ 7.2થી 7.3 ટકાની વચ્ચે રહી શકે છે.

શું હોય છે રેપો રેટ?
રેપો રેટમાં કપાતની સીધી અસર લોન પર પડે છે. તમને જણાવી દઇએ કે રેપો રેટ તે દર હોય છે. જેનાં પર બેંકોને RBI ઉધાર આપે છે. બેંક આ ઉધારથી પોતાનાં ગ્રાહકોને લોન આપે છે. જો રિઝર્વ બેંક આ દર વધારી દે તો દરેક બેંકેને મોંઘી લોન મળે. આ કારણથી તે પણ ગ્રાહકો માટે લોનનાં દરોમાં વધારો કરી દે છે.

 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story