અર્થવ્યવસ્થા / RBI ગવર્નરે કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થા હવે આગામી આ વર્ષમાં પાછી પાટે ચડવાની આશા

RBI Governor said Indian economy now hopes to rebound by next year

RBIના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર RBI નજર રાખી રહ્યું છે. RBIએ વિવિધ નાણાંકીય સંસ્થાઓ માટે 50,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. સાથે જ રિવર્સ રેપો રેટને 25 અંક ઘટાડ્યો. જેથી બેંક રોકાણ વધે. RBIએ રિવર્સ રેપોરેટ 4 ટકાથી ઘટાડીને 3.75 ટકા કર્યો. હાલમાં ડિવિડન્ડ પેઆઉટ બેંક નહીં આપે, રેપોરેટમાં બદલાવ નહીં થાય, RBI ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે મહામારીના પ્રકોપ સમયે સામાન્ય કામકાજ નક્કી કરવા માટે બેંકો, નાણાંકીય સંસ્થાઓની ખાસ તૈયારી છે. ભારતને માટે આઈએમએફના જીડીપી વૃદ્ધિનું અનુમાન 1.9 ટકા છે જે જી20 દેશોમાં સૌથી વધારે છે. આ સિવાય RBI ગર્વનરે કહ્યું કં ભારતીય અર્થવ્યવસ્થા 2021-22માં પાટા પર આવે તેવી શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ