દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક 'સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા' એ આજે તેનો વાર્ષિક કાર્યક્રમ ‘SBI Banking & Economics Conclave’નું આયોજન કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કહ્યું- યોગ્ય દિશામાં જઈ રહી છે દેશની અર્થવ્યવસ્થા
પેટ્રોલ-ડીઝલના ઘટેલા ભાવ મુદ્દે પણ કરી વાત
કાર્યક્રમ દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે તહેવારોની મોસમને કારણે વપરાશની માંગમાં મજબૂત વળતર હોવાના નક્કર સંકેતો છે. આનાથી કંપનીઓને સાનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓ વચ્ચે ક્ષમતા વધારવા અને રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરવું જોઈએ.
મહામારી બાદ ભારતમાં ઝડપથી આગળ વધવાની ક્ષમતા
શક્તિકાંત દાસે કહ્યું- મને સંપૂર્ણ ભરોસો છે કે, ભારતમાં મહામારી બાદના પરિદ્રશ્યમાં ખૂબ ઝડપથી આગળ વધવાની ક્ષમતા છે. કેટલાક ઉચ્ચ આવર્તન સૂચકાંકો સૂચવે છે કે દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી છે. જ્યારે અર્થવ્યવસ્થા વેગ પકડી રહી છે, તે વ્યાપક-આધારિત અને સારી રીતે સ્થાપિત થાય તે પહેલાં ઘણા કાર્યો પૂર્ણ કરવાના છે.
There are signs that consumption demand, triggered by the festive season, is making a strong comeback. This should encourage firms to expand capacity and boost employment & investment amidst congenial financial conditions: RBI Governor Shaktikanta Das pic.twitter.com/xacipnmCL1
તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં કૃષિ અને મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં કુલ રોજગાર 56 ટકા છે, પરંતુ GDPમાં તેનું યોગદાન 25 ટકા જેટલું છે. અમારા કાર્યબળનો એક મોટો વર્ગ ઓછી ઉત્પાદકતા વાળા ક્ષેત્રમાં ફસાઈ ગયો છે, જેમાં આપણી વિકાસ ક્ષમતા પર અસર થઈ રહી છે.
પેટ્રોલ-ડીઝલ મુદ્દે કરી મોટી વાત
શક્તિકાંત દાસે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર ઘટાડવામાં આવેલ ઉત્પાદક શુલ્ક અને અલગ-અલગ રાજ્યો દ્વારા ઈંધણ પર ઘટાડવામાં આવેલ વેટથી દેશમાં સામાન્ય લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે. આ દેશની અર્થવ્યવસ્થા માટે ઉત્તમ સાબિત થશએ કારણ કે, તેના બદલામાં વધુ પડતો વપરાશ અને જગ્યા બનશે.
તમામ યોજનાઓની અંતિમ તારીખ હોવી ખૂબ જરૂરી
શક્તિકાંત દાસે કહ્યું કે, સમય સમય પર સમીક્ષા બાદ વર્તમાન યોજનાઓને તેના વાસ્તવિક પરિણામોના આધારે ક્રમબદ્ધ રીતે સમાપ્ત કરવી જોઈએ.