rbi committee corporate houses banks raghuram rajan viral acharya criticized
પ્રહાર /
RBIની કમિટીના આ પ્રસ્તાવની રઘુરામ રાજન અને વિરલ આચાર્યએ કરી ટીકા
Team VTV01:45 PM, 24 Nov 20
| Updated: 02:21 PM, 24 Nov 20
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ કોર્પોરેટ હાઉસ બેંક ખોલવાની મંજૂરી આપવાની વકીલાતની ટીકા કરી છે. બન્નેનું કહેવું છે કે આજની સ્થિતીમાં આ નિર્ણય ચોંકાવનારો અને અયોગ્ય છે. રાજન અને આચાર્યએ એક સંયુક્ત લેખમાં કહ્યું કે આ પ્રસ્તાવને અત્યારે પડતો મુકવો યોગ્ય છે.
આ લેખ રઘુરામ રાજને લિન્કઈન પ્રોફાઈલ પર સોમવારે પોસ્ટ કર્યો હતો
આરબીઆઈ આ રિપોર્ટના આધારે અંતિમ ગાઈડલાઈન જારી કરશે
રાજન અન આચાર્યએ એક સંયુક્ત લેખમાં કહ્યું કે આ પ્રસ્તાવને હાલ પડતો મુકવામાં આવે
શું છે મામલો
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક દ્વારા ગઠિત એક ઈન્ટરનલ વર્કિંગ ગ્રુપ(IWG)એ ગત અઠવાડીએ અનેક સલાહ આપી હતી. ભારતીય રિઝર્વ બેંકે ઈન્ટરનલ વર્કિંગ ગ્રુપના બેન્કિંગ નિયમન કાયદામાં જરુરી સંશોધન બાદ મોટી કંપનીઓને બેંક પ્રમોટર બનાવવાની પરવાનગી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. એટલું જ નહીં વર્કિંગ ગ્રુપે મોટી ગેર બેન્કિંગ નાણાં કંપનીઓ(NBFC)ને બેંકમાં ફેરવવાનો પ્રસ્તાવ મુક્યો છે. આરબીઆઈએ આ રિપોર્ટના આધારે અંતિમ ગાઈડલાઈન જારી કરશે.
શું છે પ્રસ્તાવ
આ સિફારિસોમાં સૌથી મોટી વાત એ છે કે આવા ગેર બેંકિંગ નાણા સંસ્થાનોને બેન્કિંગ લાઈસેન્સ આપવાની વકીલાત કરી છે. જેમાં એસેટ 50 હજાર કરોડથી વધારે છે અને જેનો ઓછોમાં ઓછો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ હોય અને સાથે મોટા કોર્પોરેટ હાઉસની બેંક ચલાવવાની પરવાનગી આપી શકાય છે.
કેમ થઈ રહી છે ટીકા
રિઝર્વ બેંકની સમિતિની રજૂઆત આવ્યા બાદ ચર્ચા શરુ થઈ ગઈ છે. રાજન અન આચાર્યએ એક સંયુક્ત લેખમાં કહ્યું કે આ પ્રસ્તાવને હાલ પડતો મુકવામાં આવે. બેન્કિંગનો ઈતિહાસ બહુ ત્રાસદ રહ્યો છે. જ્યારે બેન્કના માલિક જ દેવાદાર હશે તો ત્યારે બેન્ક સારી લોન કેવી રીતે આપી શકશે? જ્યારે એક સ્વતંત્ર તથા પ્રતિબદ્ધ નિયામકની પાસે દુનિયાભરની સૂચનાઓ હોય છે. ત્યારે તે ફસાયેલા દેવા વિતરણ પર પ્રતિબંધ લગાવવા માટે દરેક જગ્યાએ નજર રાખી શકવી મુશ્કેલ છે.
લેખમાં રિઝર્વ બેન્કના ઈન્ટરનલ વર્કિંગ ગ્રુપના પ્રસ્તાવની તરફ ઈશારો કરતા કહ્યું છે કે મોટા કોર્પોરેટ હાઉસ બેન્કિંગ સેક્ટરમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવે. ભલે આ પ્રસ્તાવ અનેક શરતોની સાથે હોય પરંતુ મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે આવું કેમ? આ લેખ રઘુરામ રાજને લિન્કઈન પ્રોફાઈલ પર સોમવારે પોસ્ટ કર્યો હતો.