બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દિલ્હીની શાળાઓ બાદ RBIને બોમ્બની ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં સત્તાવાર વેબસાઈટ પર આવ્યો મેઈલ
Last Updated: 11:16 AM, 13 December 2024
RBI Bombing Threats : દિલ્હીમાં શાળાઓ બાદ હવે રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સતત ધમકીઓમાં હવે RBIનું નવું નામ જોડાઈ ગયું છે. વાસ્તવમાં શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યો હતો જેની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
Reserve Bank of India receives bomb threat, probe underway
— ANI Digital (@ani_digital) December 13, 2024
Read @ANI story | https://t.co/5FNPIKFdMw#RBI #bombthreat pic.twitter.com/bQKcwHRpg4
આ ઈમેલ બેંકની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો. આ મામલે માટુંગા રમાબાઈ માર્ગ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ
એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ મુંબઈ પોલીસના ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું કે, RBIની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બેંકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
વધુ વાંચો : પ્રયાગરાજના સૂતા હનુમાનજી, જ્યાં આજે PM મોદી ઝુકાવશે શીશ, દાદાએ અકબરને બતાવ્યો હતો પરચો
તાજેતરમાં જ શાળાઓને ધમકીઓ મળી હતી
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે તાજેતરમાં દિલ્હીની છ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી. આ ધમકીઓ બાદ ઘણી એજન્સીઓએ શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલા 9 ડિસેમ્બરે દિલ્હીની 44 શાળાઓને પણ આવા જ ઈમેલ મળ્યા હતા જેને પોલીસે પછીથી નકલી જાહેર કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT