RBI announces launch of first pilot for retail digital rupee on 1 Dec
RBIનું એલાન /
સામાન્ય લોકો માટે આવી ડિઝિટલ કરન્સી, 1 ડિસેમ્બરથી થશે લોન્ચ, આવી રીતે કરી શકાશે ઉપયોગ
Team VTV06:20 PM, 29 Nov 22
| Updated: 06:24 PM, 29 Nov 22
ઈન્ડીયન ઈકોનોમીને ડિઝિટલની દિશામાં વાળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ એક મોટું પગલું ભર્યું છે.
ડિઝિટલ ઈન્ડીયા મિશનને મળ્યો વેગ
1 ડિસેમ્બરથી લોન્ચ થશે ડિઝિટલ રુપિયો
સામાન્ય લોકો કરી શકશે ઉપયોગ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રિટેલ ડિજિટલ રૂપિયાને 1 ડિસેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી છે. રિટેલ ડિજિટલ કરન્સી માટે આ પહેલો પાયલોટ પ્રોજેક્ટ હશે. પાયલોટ દરમિયાન, ડિજિટલ મનીના ઉત્પાદન, વિતરણ અને છૂટક ઉપયોગની સંપૂર્ણ પ્રોસેસની ટ્રાયલ કરાશે. ઉલ્લેખનીય છે કે આ સામાન્ય લોકો માટે ડિઝિટલ રુપિયાનું લોન્ચીંગ છે આ પહેલા આરબીઆઈએ 1 નવેમ્બરના રોજ હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ડિજિટલ રૂપિયા લોન્ચ કર્યો હતો.
પસંદ થયેલ સ્થાનો પર થશે લોન્ચ
રિઝર્વ બેંકની આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) નામ આપવામાં આવ્યું છે. 1 ડિસેમ્બરથી તેનું રોલઆઉટ દેશના પસંદગીના સ્થળો પર કરવામાં આવશે, જેમાં ગ્રાહકોથી લઈને વેપારીઓનો સમાવેશ કરવામાં આવશે.
RBI announces the launch of the first pilot for retail digital Rupee (e₹-R) on December 1. The e₹-R would be in the form of a digital token that represents legal tender. It would be issued in the same denominations that paper currency and coins are currently issued. pic.twitter.com/Q6GcwZnsWg
સામાન્ય લેવડદેવડ માટે થઈ શકશે ઉપયોગ
ડિઝિટલ રુપિયો ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. આ ચલણી નોટો નોટોની જેમ જ સંપૂર્ણપણે માન્ય છે. તેનો ઉપયોગ વ્યવહારો માટે થઈ શકે છે.
કેવી રીતે વાપરી શકાશે
ડિઝિટલ રુપિયાનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે. ડિજિટલ વોલેટ દ્વારા વ્યક્તિ-થી-વ્યક્તિ અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકાય છે. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર યુઝર્સ મોબાઇલ ફોન કે ડિવાઇસમાં સ્ટોર કરેલી બેન્કોના ડિજિટલ વોલેટથી ડિજિટલ ફોર્મ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે. જો તમારે કોઈ દુકાનદારને ડિજિટલ ચૂકવણી કરવાની હોય, તો તે વેપારીને દેખાતા ક્યૂઆર કોડ દ્વારા કરી શકાય છે.
પાયલોટ પ્રોજેક્ટમાં આઠ બેંકો લેશે ભાગ
આ પાયલોટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે આઠ બેંકોની ઓળખ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ તબક્કાની શરૂઆત દેશના ચાર શહેરોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, યસ બેંક અને આઇડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા થશે. આ પછી, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકને આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે.
કાગળની નોટ જેટલી જ કિંમત
ડિઝિટલ રુપિયાની કિંમત કાગળની નોટો બરાબર હશે. તમે ઇચ્છો તો કાગળની નોટ આપીને પણ મેળવી શકો છો. રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સીને સીબીડીસી-ડબલ્યુ અને સીબીડીસી-આર એમ બે કેટેગરીમાં વહેંચી છે. સીબીડીસી-ડબલ્યુ એટલે જથ્થાબંધ ચલણ અને સીબીડીસી-આર એટલે રિટેલ કરન્સી.