બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ફાર્મહાઉસમાં ઘોડેસવારીનો આનંદ ઉઠાવતા નજરે પડ્યાં ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, જુઓ Video
Last Updated: 02:10 PM, 8 October 2024
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કોઈને કોઈ કારણોસર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. મેચમાં બોલિંગ અને બેટિંગથી ધમાલ મચાવ્યાં બાદ જાડેજાને જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક મળે છે ત્યારે તે ધોનીની જેમ પોતાના ફાર્મ હાઉસમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. આટલું જ નહીં જાડેજા ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘોડે સવારીની તસવીરો અને વીડિયો પણ શેર કરતાં રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રવિન્દ્ર જાડેજાએ ભલે T20 મેચમાંથી સંન્યાસ લઈ લીધો છે પણ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા. બાંગ્લાદેશ સામે તાજેતરની બે મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવવા માટે જાડેજાએ બોલિંગ અને બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જાડેજા આ દિવસોમાં ફાર્મ હાઉસમાં હાજર છે, જ્યાંથી તે દરરોજ કેટલીક તસવીરો અથવા વીડિયો શેર કરે છે. પોતાની દેશી સ્ટાઈલને કારણે આ ઓલરાઉન્ડર ખેલાડી દર વખતે હેડલાઈન્સમાં રહે છે અને આ વખતે પણ જાડેજાનો આવો જ અવતાર સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો હાલ વાયરલ થયો છે જેમાં જાડેજા જામનગરમાં ઘોડેસવારી સવારી કરતો જોવા મળ્યો હતો. ક્રિકેટરના ચાહકોને આ વિડીયો પણ ઘણો પસંદ આવી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજા હવે આ ટેસ્ટ ક્રિકેટ દ્વારા ફરી મેદાનમાં જોવા મળશે, જ્યાં તે ન્યૂઝીલેન્ડ સામે એચ રમશે. ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 3 ટેસ્ટ મેચની સિરીઝ હશે, જે 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે અને આ મેચો ભારતના અલગ-અલગ મેદાનો પર રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.