ધર્મશાળામાં રમાયેલી બીજી ટી-20માં શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ટીમે 7 વિકેટથી સરળતાથી જીત પ્રાપ્ત કરી. ભારતીય ટીમના શ્રેયસ ઐયરને મેન ઑફ ધ મેચના ખિતાબથી નવાજવામાં આવ્યો. ઐયરે 44 બોલમાં 74 રનની અણનમ ઈનિંગ રમી.
ધર્મશાળામાં ભારતીય ટીમે શ્રીલંકા સામે 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી
ઐયરે નોટઆઉટ રહીને 44 બોલમાં 74 રનની ઈનિંગ રમી
મેચ દરમ્યાન જાડેજાના પ્રેમાળ અભિગમથી ક્રિકેટ ચાહકો ઉત્સાહિત
રવિન્દ્ર જાડેજાએ ફક્ત 18 બોલમાં 45 રન બનાવ્યાં
ઐયર સિવાય સંજૂ સેમસને 25 બોલમાં 39 રન બનાવ્યાં તો બીજી તરફ જાડેજાએ ફક્ત 18 બોલમાં 45 રન બનાવ્યાં. જેમાં તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જાડેજા અને સેમસંગની ઈનિંગ ખૂબ જ સ્પેશિયલ રહી. બંનેએ મળીને પ્રશંસકોનું ખૂબ મનોરંજન કર્યુ. ઉલ્લેખનીય છે કે, જાડેજાએ શ્રીલંકાના બોલર દુષ્મંથા ચમીરાની ઓવરમાં 22 રન ફટકારી ભારતીય ટીમને સરળતાપૂર્વક લક્ષ્ય તરફ લઇ ગયા. આ મેચમાં રવિન્દ્ર જાડેજાની બેટીંગ ખૂબ કારગત રહી. એક તરફ જાડેજાએ ચમીરા સામે તોફાની બેટીંગ કરી તેની લાઈન અને લેન્થને બગાડી દીધી. પરંતુ ત્યારબાદ તેણે કઈક એવુ કર્યુ કે તેના ખૂબ વખાણ થઇ રહ્યાં છે.
Rockstar Ravindra Jadeja's fiery 45*(18)
Watch @imjadeja's lightning fast unbeaten 45 off just 18 balls. This one's a Jadeja batting brilliance.
ભારતીય ટીમની ઈનિંગની 16મી ઓવરમાં ચમીરા બોલિંગ કરવા આવ્યાં હતા. આ ઓવરમાં જાડેજાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી અને 22 રન આપ્યાં. જો કે, આ ઓવરના બીજા બોલમાં જાડેજાનો કેચ પણ છૂટ્યો હતો. કેચ છુટ્યા બાદ પણ જાડેજા રોકાયા નહીં અને દરેક બોલમાં શોટ ફટકારતા રહ્યાં. એટલું જ નહીં, ચોથા બોલમાં ચોગ્ગો ફટકાર્યા બાદ જાડેજા બોલરની પાસે ગયા અને તેની પીઠ પર હાથ રાખીને સાંત્વના આપી. જાડેજાના આ અભિગમે ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીતી લીધુ. જાડેજાએ બોલરની પીઠ પર ભરોસાનો હાથ રાખી આ બતાવવાનો પ્રયાસ કર્યો કે ક્યારેક-ક્યારેક બોલરના નસીબમાં એવા દિવસો પણ આવે છે, જેનાથી ગભરાવવુ નહીં. જાડેજા બોલરના ગળે લાગ્યો. જાડેજાના આ વ્યવહારથી ક્રિકેટ પ્રેમીઓ પણ ઉત્સાહિત છે.