બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ravindra jadeja and kuldeep yadav became the first pair to pick 7 wicket in one inning
Arohi
Last Updated: 08:53 AM, 28 July 2023
ADVERTISEMENT
વેસ્ટઈન્ડીઝના વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની સીરિઝના પહેલા મુકાબલામાં 5 વિકેટથી જીત નોંધાવી સીરિઝમાં 1-0નો વધારો કરી લીધો છે. આ મેચમાં પહેલી ફિલ્ડિંગ કરતા ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝને ફક્ત 114 રન પર ઓલઆઉટ કરી દિધુ. ત્યાં જ ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટને 5 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. આ મેચમાં ભારતીય સ્પિનર્સે તેમનું શાનદાર પ્રદર્શનના દમ પર એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
ADVERTISEMENT
જાડેજા-કુલદીપે રચ્યો ઈતિહાસ
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની સ્પિન જોડી રવીંન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે કુલદીપ અને જાડેજાની જોડીએ આ મેચમાં 10માંથી 7 વિકેટ પોતાના નામે કરી લીધી છે.
તેની સાથે કુલદીપ અને જાડેજા વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક જ મેચમાં 7 વિકેટ મેળવીને પહેલા બે લેફ્ટ આર્મ સ્પિનર બની ગયા છે. આ વાતની જાણકારી બીસીસીઆઈએ એક ટ્વીટ દ્વારા આપી છે.
ભારતીય બોલરોનો કમાલ
ભારતીય બોલરોએ વેસ્ટઈન્ડિઝના વિરૂદ્ધ પહેલી વનડેમાં કમાલ કરી દીધો છે. ભારતની તરફથી કુલદીપ યાદવે 3 ઓવરમાં 4 વિકેટ મેળવી. ત્યાં જ જાડેજા પણ 3 વિકેટ લેવામાં સફળ રહ્યા.
તેના ઉપરાંત શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી. વેસ્ટઈન્ડિઝની તરફથી સૌથી વધારે રન શાઈ હોપને બનાવ્યા. હોપના બેટથી 43 રન નિકળ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.