બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અશ્વિનની ઐતિહાસિક સદીએ અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા, યુવરાજ-રાહુલ દ્રવિડને છોડ્યા પાછળ
Last Updated: 12:38 PM, 20 September 2024
હાલમાં ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝ ચાલી રહી છે. ચેન્નઈના ચેપોક મેદાન પર રમાઈ રહેલી ચેન્નઈ ટેસ્ટના પહેલા દિવસે ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં તે 102 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ સદીની ઇનિંગથી તેણે ટીમ ઇન્ડિયાને ન માત્ર મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું પરંતુ ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યા.
ADVERTISEMENT
A Heroic HUNDRED in 📸📸 @ashwinravi99, that was special 👌👌
— BCCI (@BCCI) September 19, 2024
Scorecard - https://t.co/jV4wK7BgV2#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/J70CPRHcH5
હવે રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સદીની બરાબરી કરી લીધી છે. તેણે ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે રવિ શાસ્ત્રી, રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહને પણ પાછળ છોડી દીધા છે. એટલું જ નહીં વર્તમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં માત્ર બાબર આઝમ જ ટેસ્ટ સદીના મામલે તેનાથી આગળ છે.
ADVERTISEMENT
📽️ Recap @ashwinravi99's heroic hundred in Chennai as he gears up for Day 2 👌👌
— BCCI (@BCCI) September 20, 2024
WATCH 🔽 #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank https://t.co/7mSsluYksr
અશ્વિન ઘણા મહાન ખેલાડીઓથી આગળ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે જ્યારે અશ્વિન બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયાના 6 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. રોહિત, વિરાટ, શુભમન, પંત, જયસ્વાલ અને રાહુલની વિકેટ માત્ર 144ના સ્કોર પર પડી ગઈ હતી. આ મુશ્કેલ સ્થિતિમાં 8મા નંબર પર બેટિંગ કરીને તેણે પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટમાં ધોનીની સદીની બરાબરી કરી લીધી. ધોનીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 6 સદી પણ ફટકારી છે.
અશ્વિને પ્રથમ દિવસે રમાયેલી 102 રનની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હવે તેના નામે ટેસ્ટમાં કુલ 23 સિક્સર થઈ ગઈ છે. આ સાથે તેણે ટેસ્ટમાં સિક્સર મારવામાં ભારતના દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહ અને રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા છે. અશ્વિન ટેસ્ટમાં છગ્ગા ફટકારવામાં રવિ શાસ્ત્રી અને ચેતેશ્વર પૂજારા કરતાં પણ આગળ નીકળી ગયો છે. યુવરાજે તેની ટેસ્ટ કારકિર્દીમાં 22, દ્રવિડે 21, રવિ શાસ્ત્રીએ 22 અને પૂજારાએ 16 છગ્ગા ફટકાર્યા છે.
અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની સૌથી ઝડપી સદી
ઉલ્લેખનીય છે કે ચેપોકમાં અશ્વિનના બેટમાંથી આ સતત બીજી સદી છે. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. આ પહેલા તેણે ભારતની ધરતી પર ત્રણ સદી ફટકારી હતી. તેણે બાંગ્લાદેશ સામે 108 બોલમાં પોતાની સદી પૂરી કરી અને કારકિર્દીની સૌથી ઝડપી સદી પૂરી કરીને એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો. અશ્વિને ભારત માટે 100 ટેસ્ટ રમી છે. અશ્વિને બાંગ્લાદેશ સામેની 101મી ટેસ્ટને પોતાના માટે યાદગાર બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.