બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ration card holders can get ration without original ration card only by aadhaar number know how

તમારા કામનું / હવે Ration Card વગર જ લઈ શકશો રાશનનો ફાયદો, જાણો સરકારે શું કરી મોટી જાહેરાત

Arohi

Last Updated: 02:40 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીયુષ ગોયલે બુધવારે સંસદમાં જણાવ્યું કે નવી ટેક્નિક દ્વારા રાશન આપવાની ટેક્નિકને સરળ બનાવી દેવામાં આવી છે. હવે દેશમાં વન નેશન વન રાશન કાર્ડની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.

  • રાશન કાર્ડ ધારકોને મોટી સુવિધા 
  • હવે રાશન કાર્ડ વગર મળશે રાશન 
  • જાણો સરકારે શું કરી જાહેરાત 

કેન્દ્રની મોદી સરકારે રાશન કાર્ડ ધારકોને મોટી સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે સંસદમાં જણાવ્યું છે કે રાશનની સુવિધા લેવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. મામલા પર જાણકારી આપતા ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી પીયુષ ગોયલે સાંસદમાં જણાવ્યું કે હવે રાશન કાર્ડ હોલ્ડરને રાશનની સુવિધા આપવા માટે રાશન કાર્ડ આપવાની જરૂર નથી. 

ત્યાં જ ફક્ત રાશન કાર્ડ બતાવીને લોકો રાશન લઈ શકે છે. માટે લોકોને તે જ્યાં પણ રહે છે ત્યાંના નજીકના રાશનની દુકાન પર જઈને રાશન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે. ત્યાર બાજ તે સરળતાથી રાશન મેળવી શકશે. 

77 કરોડ લોતોને મળશે આ લાભ 
પીયુષ ગોયલે જણાવ્યું કે નવી ટેક્નીક દ્વારા રાશન આપવાની પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે. હવે દેશમાં વન નેશન વન રાશન કાર્ડની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી દેશમાં વન નેશન વન રાશન કાર્ડ દ્વારા 77 કરોડ લોકોને જોડવામાં આવ્યા હતા. તેમાંથી રાશન કાર્ડ યુઝ કરનાર કુલ સંખ્યાના 96.8 ટકા શામેલ છે. તેમાં 35 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકોને શામિલ કરવામાં આવ્યા છે. 

આ પ્રકારે રાશનનો ઉઠાવી શકો છો લાભ 
પીયુષ ગોયલે કહ્યું કે જો કોઈ વ્યક્તિ રાશન કાર્ડ તેના ગૃહ રાજ્યમાં છે અને તે પોતાના પરિવારની સાથે નોકરીના કારણે કોઈ બીજા શહેરમાં રહે છે કો તે પોતાના રાશન કાર્ડ નંબર અને આધાર કાર્ડની જાણકારી આપતા કોઈ પણ રાશનની દુકાનથી રાશન લઈ શકે છે. તેના માટે Original રાશન કાર્ડ બતાવવાની હવે જરૂર નહીં પડે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વન નેશન વન રાશન માટે આદેશ નથી આપ્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Number Ration card પીયુષ ગોયલ રાશન કાર્ડ ration card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ