બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / રતન ટાટાની કંપનીમાં કમાણીનો મોકો, શેર જશે 87 રૂપિયાને પાર, એક્સપર્ટે આપી ખરીદીની સલાહ
Last Updated: 11:55 AM, 15 July 2024
ટાટાના કેટલાક શેરોએ રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત વધારો કર્યો છે, તો બીજી તરફ કેટલાક શેર એવા છે જેણે રોકાણકારોની સંપત્તિમાં ઝડપથી ઘટાડો કર્યો છે. આવો જ એક શેર છે ટાટા ટેલિસર્વિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ (TTML).
ADVERTISEMENT
આ જે TTML એ ટાટા જૂથનો સ્ટોક છે અને આ શેર ગયા શુક્રવારે રૂ. 76.66 પર બંધ થયો હતો. જો કે એવું કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં TTML શેર રૂ. 80થી ઉપર ટ્રેડ કરી શકે છે. 100 રૂપિયાથી ઓછી કિંમતના આ શેરે છેલ્લા પાંચ વર્ષમાં 1900% વળતર આપ્યું છે.
ADVERTISEMENT
આ શેરમાં છેલ્લા થોડા સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. TTML શેર છેલ્લા છ મહિનામાં 17 ટકા ઘટ્યા છે અને એક વર્ષમાં 1 ટકા વધ્યો છે. સાથે જ તમને જણાવી દઈએ કે બે વર્ષમાં આ શેરે રોકાણકારોને 50 ટકા સુધીનું નકારાત્મક વળતર આપ્યું છે. જો કે છેલ્લા ત્રણ વર્ષમાં આ શેરે રોકાણકારોને 490 ટકા મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે અને પાંચ વર્ષમાં રોકાણકારોને કુલ 1900% રિટર્ન આપ્યું છે.
અત્યારની વાત કરીએ તો એક્સપર્ટસનું કહેવું છે કે TTML રૂ. 73.5 થી રૂ. 82.55ની રેન્જમાં ટ્રેડિંગ કરી રહ્યું છે. જો બજાર ઉપર જઈ રહ્યું છે તો આ શેરમાં સારું એવું પ્રોફિટ મળી શકે છે અને આ શેર રૂ. 87.5 સુધી પહોંચી શકે છે. જો કે નોંધમાં લેવાની વાત એ છે કે આ શેરની 52 અઠવાડિયાનું હાઇ પ્રાઇસ રૂ. 109.10 છે અને લો પ્રાઇસ રૂ. 65.29 છે.
આ કંપની વિશે જણાવી દઈએ કે ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ મહારાષ્ટ્ર અને ગોવાની કંપનીઓને વાયરલાઇન વૉઇસ, ડેટા અને મેનેજ્ડ ટેલિકોમ સેવાઓ તેમજ ક્લાઉડ અને સૉફ્ટવેર-એ-એ-સર્વિસ (સાસ) ઑફર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT