બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 AM, 10 October 2024
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું .ટાટા ગ્રુપના માનદ ચેરમેનની ઉંમર 86 વર્ષ હતી. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે રતન ટાટાના નિધનની પુષ્ટિ કરી. રતન ટાટા છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. રતન ટાટાએ દેશમાં તેમની સરળતાની સાથે એક જુદીજ ઓળખ બનાવી હતી. રતન ટાટાને તેમના જીવનમાં અનેક સન્માન મળ્યા છે. જાણીએ કે તેમને કયા-કયા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા..
ADVERTISEMENT
પદ્મ ભૂષણથી પદ્મ વિભૂષણ સુધી
રતન ટાટાને વર્ષ 2000માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2008માં તેમને બીજું શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મવિભૂષણ આપવામાં આવ્યું. આ ઉપરાંત, તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ઉદ્યોગ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રતન ટાટાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવવા માટે લાંબા સમયથી માંગ ઉઠતી રહી હતી.
ADVERTISEMENT
2000 પદ્મભૂષણ
2004 મેડલ ઓફ ધ ઓરિએંટલ રિપબ્લિક ઓફ ઉરુગુવે
2008 પદ્મ વિભુષણ
2008 ઓનરરી ડોક્ટર ઓફ લો
2008 ઓનરરી ડોક્ટર ઓફ સાયન્સ
2008 ઓનરરી સિટિઝન એવોર્ડ ( સિંગાપોર સરકાર)
2016 કમાંડર ઓફ ધ લિઝન ઓફ ધ ઓનર (ફ્રાંસ સરકાર )
2023 ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા ( કિંગ ચાર્લ્સ )
2023 ઉદ્યોગ રત્ન (મહારાષ્ટ્ર સરકાર )
આ પણ વાંચોઃ ટાટા ગ્રુપનો છે $365 બિલિયનનો કારોબાર, રતન ટાટાએ મજૂરની જેમ કામ કરીને બનાવ્યું વિશાળ સામ્રાજ્ય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.