બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:47 AM, 10 October 2024
રતન ટાટાના અવસાન બાદ હવે ટાટા ગ્રુપના નવા બોસ કોણ? તેને લઈને ચર્ચા ઉપડી છે. વારસદારની રેસમાં ઘણા નામો સામે આવી રહ્યા છે, પરંતુ તેમના સાવકા ભાઈ નોએલ ટાટાનું નામ સૌથી આગળ છે. જો કે, હજુ સુધી જૂથ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ ટાટાની કમાન તેમને મળવાની પૂરી સંભાવના છે.
ADVERTISEMENT
કોણ છે નોએલ ટાટા
રતન ટાટાના વારસદાર તરીકે નોએલ ટાટાનું નામ આગળ ચાલી રહ્યું છે. 51 વર્ષીય નોએલ ટાટા નેવલ અને સિમોન ટાટાના પુત્ર છે. ટાટા ઇન્ટરનેશનલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નોએલ ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ 40 વર્ષથી ટાટા ગ્રૂપ સાથે જોડાયેલા છે અને ટાટા ગ્રૂપની અનેક કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બેઠા છે. તેઓ ટ્રેન્ટ, ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચેરમેન છે. તેઓ નોએલ સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન પણ છે. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી પણ છે. તેમણે બ્રિટનની સસેક્સ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : અશ્લિલ કોમેન્ટ-બેડ ટચ પર ભડકી યુવતી, વિધર્મીઓને દોડાવી-દોડાવીને માર્યા
નોએલ ટાટાના 3 બાળકો ટ્રસ્ટમાં સામેલ
ટાટા ગ્રુપે નોએલ ટાટાના 3 બાળકોને પરોપકારી સંસ્થાઓના બોર્ડમાં સામેલ કર્યા હતા. જેમાં લેહ, માયા અને નેવિલના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે આ નિમણૂંકો ટ્રસ્ટની 132 વર્ષ જૂની પરંપરામાં ફેરફારનો પણ સંકેત આપે છે, જ્યાં અગાઉ સામાન્ય રીતે નિવૃત્ત સૈનિકોને ટ્રસ્ટીશીપ આપવામાં આવતી હતી. લેઈ, માયા અને નેવિલ પણ ટાટાની ઘણી કંપનીઓમાં મેનેજર સ્તરના હોદ્દા ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.