સંબંધોના સરવાળા /
મને લોસ એન્જલસમાં એક યુવતી સાથે પ્રેમ થયો હતો : રતન ટાટા
Team VTV05:46 PM, 19 Dec 20
| Updated: 05:10 PM, 26 Feb 21
ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લવ સ્ટોરની કહાની જણાવી હતી તેમણે સ્વીકાર્યુ હતુ કે, ગ્રેજ્યુએશન બાદ લૉસ એન્જેલસમાં કામ કરતી વખતે તેમના લગ્ન લગભગ થઈ જ ગયા હતા. આવો જાણીએ શું છે તેમની લવ સ્ટોરી?
શું કહે છે રતન ટાટા
ટાટા ગ્રુપનાં ચેરમેન રતન ટાટાએ પ્રેમ વિશેની અંગત માહિતી શેર કરી છે. ટાટાએ ફેસબુક પેજ 'હ્યુમ્ન્સ ઓફ બોમ્બે' પર લખ્યું છે કે લોસ એન્જલસમાં અભ્યાસ પૂરો કર્યા બાદ મેં 2 વર્ષ આર્કિટેક્ચર કંપનીમાં નોકરી કરી. મને નોકરી ખુબ સારી લાગી હતી. અને મારી પાસે પોતાની કાર હતી. 1962નો તે સમય મારો સારો હતો. ત્યારે જ મને લોસ એન્જલસમાં એક યુવતી સાથે પ્રેમ થયો. અને અમે લગ્ન કરવાનું વિચારી રહ્યાં હતાં અને એ જ સમયે દાદીની તબિયત લથડતાં મારે ભારત આવવાનો નિર્ણય લેવો જ પડ્યો. હું વિચારી રહ્યો હતો કે જેની સાથે હું લગ્ન કરવા ઈચ્છું તે મારી સાથે ભારત આવશે. પણ તે સમયે ભારત - ચીન વચ્ચે યુદ્ધના કારણે તેમના માતા પિતા ન માન્યા. અને અમારા સબંધ વચ્ચે પૂર્ણવિરામ મુકાઈ ગયું.
જો કે આ સાથે તેમણે ફેસબુક પેજ 'હ્યુમ્ન્સ ઓફ બોમ્બે' પર બીજી વાતો પણ શેર કરી
ટાટા પિતા સાથેના મતભેદોની વાતો જણાવતાં કહ્યું કે હું વાયોલિન શીખવા માંગતો હતો. ત્યારે પિતાની ઈચ્છા હતી કે હું પિયાનો શીખું. હું કોલેજનો અભ્યાસ અમેરિકામાં કરવા માંગતો હતો. જ્યારે પિતા મને બ્રિટન મોકલવા માંગતા હતાં. પિતા ઈચ્છતા હતાં કે હું એન્જીનિયર બનું પણ મારી ઈચ્છા હતી કે હું આર્કિટેક્ચર બનું. દાદીના સપોર્ટના કારણે મેં અમેરિકાની કર્નેલ યુનિમાં મેં આર્કિટેક્ચરમાં એડમિશન લીધું. પિતા મારાથી નારાજ હતાં પણ મને મારા નિર્ણયનો આનંદ હતો.
દાદીએ સંસ્કારો સિંચન કર્યું
હું 10 વર્ષનો હતો ત્યારે મારા માતા પિતાએ ડિવોર્સ લઈ લીધા અને ત્યારબાદ દાદીએ મારો ઉછેર કર્યો. મને અને મારા ભાઈને જીવનનાં મુલ્યોના પાઠ શીખવ્યાં. તેમણે શીખવ્યું કે પ્રતિષષ્ઠતા બધી બાબતોથી ઉપર હતો. કેમ રહેવું, કેવું વર્તન કરવું અને શાંત સ્વભાવ કેળવવાનાં પાઠ શીખવ્યાં હતાં