બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:16 PM, 9 October 2024
મુંબઈની હોસ્પિટલમાં દાખલ ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાની હાલત નાજુક છે તેવો એક રિપોર્ટમાં જણાવાયું છે. સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા જે પછી તેમની તબિયત ગંભીર હોવાની અફવા ઉડતાં ખુદ રતન ટાટાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેઓ સારી હાલતમાં છે પરંતુ હવે સમાચાર આવ્યાં છે કે તેમની હાલત ગંભીર છે અને તેઓ ડોક્ટરોની સતત દેખરેખ હેઠળ છે.
ADVERTISEMENT
રતન ટાટાની તબિયત કથળી, ICUમાં- રિપોર્ટમાં દાવો
બુધવારે ફરી તેમની તબિયત અંગે સમાચાર વહેતા થયા છે. જાણીતી ન્યૂઝ એજન્સી રૉયટરે Reuters દ્વારા કહેવામા આવ્યું છે કે રતન ટાટાની તબિયત કથળી છે અને તેઓ આઈસીયુમાં છે. તેમણે આ ખબર તેમની નજીકના બે સૂત્રો દ્વારા મળી હોવાનો પણ દાવો કર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : હરાયો બન્યો ડોક્ટર ! સ્ટેજ પર ચઢીને બાર બાળાઓને કિસ કરી, પકડીને અશ્લિલ હરકતો કરી
રતન ટાટાનું જીવન જાણવા જેવું
ખૂબ જ ઉદાર વ્યક્તિ રતન ટાટા હવે 86 વર્ષના છે, તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા. જો આપણે રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર કરીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પણ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે. તેઓ તેમના જૂથ સાથે જોડાયેલા નાનામાં નાના કર્મચારીને પણ પોતાનો પરિવાર માને છે અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નથી, આના ઘણા ઉદાહરણો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.