બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 04:20 PM, 5 December 2023
ADVERTISEMENT
જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો વીડિયો આવ્યો સામે છે. હત્યારા સુખદેવ સિંહની સામે જ સોફા પર બેઠા હતા અને ઉઠીને તરત તાબડતોબ ફાયરિંગ કરીને તેમને ઠાર માર્યાં હતા.
श्री राष्ट्रीय #राजपूत करणी सेना के राष्ट्रीय अध्यक्ष #सुखदेवसिंह #गोगामेड़ी की #जयपुर में गोली मारकर #हत्या कर दी गई।#sukhdevsingh #karnisena pic.twitter.com/Ps3gICpurJ
— Praveen Kumar🇮🇳 (@praveensen9461) December 5, 2023
ADVERTISEMENT
હત્યારો નવીન શેખાવત પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
બીજા એક મોટા ઘટનાક્રમમાં સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા નવીન શેખાવતને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
લોરેન્શ બિશ્નોઈ ગેંગ સામે શંકાની સોય તકાઈ
જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં નામચીન લોરેન્શ બિશ્નોઈ ગેંગ સામે શંકાની સોય તકાઈ છે. કારણ કે બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ સુખદેવ સિંહને હત્યાની ધમકી આપ હતી તેથી તેણે હત્યા કરાવી હોવાનો પોલીસને શક છે. હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસને અંતે સાચું ખોટું બહાર આવશે.
ગોગામેડીએ અલગ સંગઠન બનાવ્યું હતું
સુખદેવ સિંહ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. તે ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી હતી હત્યાની ધમકી
ઉલ્લેખનીય છે કે સુખદેવ સિંહ ગોગારેડીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ હત્યાની ધમકી આપી હતી. આ મામલે જયપુર પોલીસને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.