બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:15 PM, 25 July 2024
ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર રહેઠાણ અને કાર્યાલયમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર સ્થિત દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, દરબાર હોલનું નામ હવે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રહેશે.
ADVERTISEMENT
Durbar Hall, Ashok Hall in Rashtrapati Bhavan renamed Ganatantra Mandap, Ashok Mandap
— ANI Digital (@ani_digital) July 25, 2024
Read @ANI Story | https://t.co/UnYzkDyE1U#RashtrapatiBhavan #GanatantraMandap #AshokMandap pic.twitter.com/6JDHzdSk60
બે જગ્યાના નામ કેમ બદલાયાં?
ADVERTISEMENT
સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 'દરબાર', જે ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને એસેમ્બલીઓનો ઉલ્લેખ કરે છે, ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની સુસંગતતા ગુમાવી દીધી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારત હવે પ્રજાસત્તાક છે. આવી સ્થિતિમાં દરબાર જેવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
દરબાર હોલ અને અશોક હોલનો શું ઉપયોગ?
દરબાર હોલ પુરસ્કારો આપવાના કામમાં લેવાય છે જ્યારે અશોક હોલનો ઉપયોગ બોલરૂમ તરીકે કરવામાં આવ્યો છે. અશોક એટલે કોઈપણ પ્રકારના દુ:ખથી મુક્ત થવું. આવી સ્થિતિમાં અશોક નામ યથાવત રહેશે, પરંતુ હવે તેમાં હોલને બદલે મંડપ શબ્દ ઉમેરવામાં આવશે.
વધુ વાંચો : દોડો નજીકમાં જ છે ! 200 રુપિયામાં ખાણ લીધી અને ખોદતાં નીકળ્યો 1 કરોડનો હીરો
'રાષ્ટ્રપતિ ભવન સુધી લોકોની પહોંચ વધારવાના પ્રયાસ
રાષ્ટ્રપતિ સચિવાલય વતી કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભવન દેશનું પ્રતીક છે અને તેનો સમૃદ્ધ વારસો દર્શાવે છે. 'રાષ્ટ્રપતિ ભવન સુધી લોકોની પહોંચ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રપતિ ભવનની ઓળખને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને ભાવનાઓ સાથે જોડવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.