rashifal 2023 lucky zodiac signs for sarkari naukari yearly career horoscope predictions 2023
રાશિ ભવિષ્ય /
2023માં આ 5 રાશિના લોકો માટે સરકારી જૉબના પૂરેપૂરા ચાન્સ! નોકરીનો છે અદભુત યોગ
Team VTV01:37 PM, 05 Dec 22
| Updated: 01:40 PM, 05 Dec 22
મોટાભાગના લોકો સરકારી નોકરી મેળવવા માટે સખત પરિશ્રમ કરે છે. મોટાભાગના લોકો આ જાણવા માટે ઉત્સુક હોય છે કે આગામી વર્ષ તેમના માટે કેવુ રહેશે. આવો જાણીએ, જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2023માં કઈ રાશિના જાતકોના નોકરીના પ્રબળ યોગ છે.
વર્ષ 2023માં આ 5 રાશિના જાતકોને છે નોકરીના પ્રબળ યોગ
વર્ષ 2023માં કઈ-કઈ રાશિઓને નોકરી પ્રાપ્ત થશે
વર્ષ 2023માં આ ત્રણ ગ્રહ રાશિ પરિવર્તન કરશે
વર્ષ 2023માં કઈ રાશિના જાતકોને નોકરી પ્રાપ્ત થશે
જ્યોતિષ શાસ્ત્રમાં નોકરી અને વ્યાપારના કારક ગ્રહ બુધ, સૂર્ય અને ગુરૂ માનવામાં આવ્યાં છે. આ ત્રણેય ગ્રહ ઉચ્ચ પદ, સરકારી નોકરી, વેપાર અને માન-સન્માન અપાવવામાં વધુ પ્રભાવશાળી રહે છે. વર્ષ 2023માં કઈ-કઈ રાશિઓને નોકરી પ્રાપ્ત થશે અને પછી જે જાતક નોકરિયાત છે, તેમને કેટલી પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત થવાના પ્રબળ યોગ બનવા જઇ રહ્યાં છે. આવો જાણીએ.
વર્ષ 2023માં નોકરીના યોગ
બુધનો ગોચર વર્ષ 2023ના શરૂ થતા પહેલા પોતાનો પ્રભાવ મુકશે. 3 ડિસેમ્બર 2022થી બુધે ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. પછી ત્યારબાદ 28 ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે. તેના ત્રણ દિવસ બાદ બુધ 31 ડિસેમ્બરે બુધ વક્રી થઇને ફરીથી ધન રાશિમાં પ્રવેશ કરી શકશે. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત વર્ષ 2023માં નોકરીના કારક ગ્રહ બૃહસ્પતિ, સૂર્ય અને શનિ ગ્રહ પણ રાશિ પરિવર્તન કરશે.
મેષ રાશિ
નોકરીની દ્રષ્ટિએ વર્ષ 2023 મેષ રાશિના જાતકો માટે ખૂબ શાનદાર રહેશે. આ વર્ષે નોકરીના ઘણા સારા યોગ બની રહ્યાં છે. તમારી રાશિમાં સૂર્ય, બુધ અને ગુરૂનો ગોચર શુભ રહેશે. 22 એપ્રિલ 2023થી શુભ ફળ આપનારા ગુરૂનો પ્રવેશ તમારી રાશિમાં થશે. જેને ખૂબ શુભ માનવામાં આવે છે. બુધ અને સૂર્ય તમારી રાશિના 9મા ભાવમાં બિરાજમાન થશે. જે આ ભાગ્યનો ભાવ છે.
સિંહ રાશિ
સિંહ રાશિ માટે આ વર્ષ ઘણુ સારી રીતે વિતશે. કારણકે તમારી રાશિના પાંચમાં ભાવમાં બુધ અને સૂર્યનો ગોચર થવાથી બુધાદિત્ય યોગ બનશે. કારકિર્દીમાં સારી સફળતા મળવાના યોગ છે. ગ્રહોનો શુભ ગોચર તમારા પક્ષમાં આખુ વર્ષ રહેશે. જે જાતક સરકારી નોકરી માટે પ્રયાસરત છે તેઓને વર્ષના અંત સુધીમાં કોઈ ખુશખબરી મળી શકે છે.
તુલા રાશિ
આ વર્ષે તુલા રાશિના જાતકોની મહેનત રંગ લાવશે. કાર્યોમાં સારી સફળતા મળવાથી વર્ષ ભાગ્યશાળી અને શાનદાર રીતે વિતશે. પરિવારજનોનો સારો સહયોગ તમને પ્રાપ્ત થશે. સરકારી નોકરીના સારા અવસર મળવાથી તમારું ભવિષ્ય ઉજળુ રહેશે.
ધન રાશિ
વર્ષ 2023માં ધન રાશિના જાતકો પરથી શનિની સાડાસાતી સમાપ્ત થશે. સૂર્ય અને ગુરૂનુ રાશિ પરિવર્તન ધન રાશિના જાતકો માટે કોઈ વરદાનથી ઓછુ નથી. આ વર્ષે તમને નોકરીના સારા-સારા અવસર પ્રાપ્ત થશે. નોકરી માટે વિદેશની યાત્રા કરી શકો છો અથવા પછી વિદેશમાં નોકરી કરી શકો છો.
કુંભ રાશિ
આ વર્ષે વાર્ષિક ભવિષ્યફળની ગણતરીના આધારે બુધ અને સૂર્યનો ગોચર તમારા અગિયારમા ભાવમાં થઇ રહ્યો છે. કુંડળીમાં અગિયારમો ભાવ આવકનુ સ્થાન માનવામાં આવે છે. આ વર્ષે તમારી સારી આવક થવાના સંકેત છે. કારકિર્દીમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે.