rashes and ulcers on the tongue is a new symptom of corona doctors named covid tongue
નવા લક્ષણો /
કોરોનાના નવા લક્ષણોમાં આ 2 બાબતોનો થાય છે સમાવેશ, ડોક્ટર્સે નામ આપ્યું કોવિડ- ટંગ
Team VTV11:42 AM, 21 Jan 21
| Updated: 11:46 AM, 21 Jan 21
કોરોનાના નવા લક્ષણોમાં દર્દીની જીભ પર ચકતા અને અલ્સર જોવા મળી રહ્યા છે, ડોક્ટર્સે તેને કોવિડ-ટંગ નામ આપ્યું છે. આ લક્ષણોને ઓળખનારાનું કહેવું છે કે દર 5માંથી 1 દર્દીમાં આવા લક્ષણો જોવા મળી રહ્યા છે. સાથે યૂકેમાં ફેલાયેલા સ્ટ્રેનના કોરોના ઈન્ફેક્શનમાં આવા લક્ષણ જોવા મળી રહ્યા છે.
કોરોનાના દર્દીમાં આ નવા લક્ષણો મળ્યા જોવા
જીભ પર ચકતા અને અલ્સર મળે છે જોવા
ડોક્ટર્સે તેને કોવિડ-ટંગ નામ આપ્યું
સોશ્યલ મીડિયા પર કરાયું એલર્ટ
કિંગ્સ કોલેજના પ્રોફેસર ટિપ સ્પેક્ટરે આ જાણકારી સોશ્યલ મીડિયા પર આપી છે. ટિમના આધારે કોરોનાના દર્દીની જીભ પર અલ્સર અને ચકતા જોવા મળી રહ્યા છે. આ સમયે જો તમને પણ આવા લક્ષણો જેમ કે માથું દુઃખવુ કે થાકનો અનુભવ થાય છે તો ઘરે રહેવું ઉત્તમ છે.
દેખાઈ રહ્યા છે અલગ પ્રકારના લક્ષણો
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નાક સિવાય મોઢું પણ કોરોનાનું પોઈન્ટ છે. કોરોનાના સ્પાઈક પ્રોટીન એસીઈ-2 રિસેપ્ટરની સાથે જોડાઈને નાક અને મોઢામાં પહોંચે છે.
આ પહેલાં પણ સાબિત થયું છે કે સ્વાદ અને સ્મેલ ન આવવી એ પણ કોરોનાનું પહેલું લક્ષણ પૂરવાર થયું છે.
આ સિવાય રિસર્ચમાં નવું લક્ષણ સામે આવી રહ્યું છે તેમાં સ્કિન પર થતા ચકતાનો સમાવેશ થઈ રહ્યો છે.
જામા ડર્મેટોલોજી જર્નલમાં પબ્લિશ રિસર્ચ રિપોર્ટ કહે છે કે સ્પેનમાં કોરોનાના દર્દી પર સ્ટડી થયો છે અને તેના આધારે 21 દર્દીની સ્કીન પર ચકતા જોવા મળી રહ્યા છે.
આ પહેલાં લગભગ 6 દર્દીઓમાં જીભ પર પણ ચકતા જોવા મળ્યા હતા. આ પછી યૂકેમાં આ પ્રકારના કેસ અન્ય દેશની સરખામણીએ વધારે જોવા મળી રહ્યા છે. જો આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટર્સનો સંપર્ક કરવો હિતાવહ છે.
દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું છે કોરોના વેક્સીનેશન
16 જાન્યુઆરીથી શરૂ કરાયેલા વેક્સીનેશનમાં ભારતમાં અત્યાર સુધીમાં 8 લાખ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ છે. જેમાં અત્યાર સુધી વેક્સિનેશન બાદ કોઈ ગંભીર અસર જોવા મળી હોય તેવું બન્યું નથી. વેક્સિનની આડઅસરના ફક્ત 10 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 4, કર્ણાટકમાં 2 જ્યારે ઉત્તરાખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, પ.બંગાળમાં 1-1 કેસ આવ્યો છે જેમાં આડઅસર જોવા મળી છે. હાલમાં દેશના નાગરિકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે