rasgulla becomes a headache for indian railways trains canceled
ભારે કરી /
રસગુલ્લાના લીધે ભારતીય રેલવેનું વધી ગયું ટેન્શન, કેટલીય ટ્રેનો કરવી પડી રદ્દ, જાણો કારણ
Team VTV04:31 PM, 25 May 22
| Updated: 04:31 PM, 25 May 22
દૂધથી બનાવેલી આઈટમ, ચાસણીવાળા રસગુલ્લા જોઈને ભલભલાના મોંમાં પાણી આવી જાય. અમે અહીં વાત કરી રહ્યા છીએ, ઈંડિયન રેલ્વે માટે રસગુલ્લાને લઈને થયેલા એક કડવા અનુભવની.
બિહારના એક રેલ્વે સ્ટેશનમાં રસગુલ્લાના કારણે બખેડો ઉભો થયો
વેપારીઓએ ટ્રેનના પાટા પર ઉતરી વિરોધ કર્યા
ધરણા પ્રદર્શન જોઈ રેલ્વે વિભાગે લીધો આ નિર્ણય
દૂધથી બનાવેલી આઈટમ, ચાસણીવાળા રસગુલ્લા જોઈને ભલભલાના મોંમાં પાણી આવી જાય. અમે અહીં વાત કરી રહ્યા છીએ, ઈંડિયન રેલ્વે માટે રસગુલ્લાને લઈને થયેલા એક કડવા અનુભવની. બિહારના લખીસરાયમાં બરહિયા રેલ્વે સ્ટેશન પર 10 ટ્રેનો રોકવાની માગને લઈને કેટલાય કેટલાય સ્થાનિક લોકોએ લગભગ 40 ટકા સુધી વિરોધ પ્રદર્શન કર્યા હતા. સ્થાનિક લોકોએ રેલ્વે ટ્રેક પર ટેંટ લગાવી દીધા હતા. જેને લઈને 40 કલાક સુધી ટ્રેનની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. તેના કારણે હાવડા-દિલ્હી રેલ લાઈન પર એક ડઝન જેટલી ટ્રેનો 24 કલાક સુધી રોકાઈ રહી હતી અને 100થી વધારે ટ્રેનોને ડાયવર્ક કરવાનો વારો આવ્યો હતો, તેના કારણે મુસાફરો પણ કંટાળી ગયા હતા.
લખીસરાય જિલ્લાના મજિસ્ટ્રેટ સંજય કુમારના અનુસાર, મોટી સંખ્યામાં લોકો સ્ટેશન પર પાટા બેસી ગયા હતા. આ માગને લઈને બરહિયામાં કોઈ એક્સપ્રેસ ટ્રેન રોકવામાં આવી નહોતી. તેમની સુવિધા માટે સ્ટેશન પર નિર્ધારિત રોકાણ કરવું જોઈએ.
વિરોધ સાથે રસગુલ્લા કેમ જોડાયા
ઘણા ઓછા લોકો જાણતા હશે કે, બરહિયાના રસગુલ્લા અનોખા અને દેશભરમાં વખણાય છે. તેની ભારે માગના કારણે ત્યાં બનેલી મિઠાઈ આજૂબાજૂના અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. લોકો ખાસ કરીને લગ્ન પ્રસંદ અથવા કોઈ શુભપ્રસંગ માટે અહીંથી રસગુલ્લા ખરીદીને લઈ જાય છે. આ વિસ્તારમાં લગભગ 200 જેટલી રસગુલ્લાની દુકાનો આવેલી છે. અને દરરોજ ભારે માત્રામાં રસગુલ્લાનું વેચાણ થયા છે.
ભારે વિરોધ જોતા રેલ્વેએ લીધો આ નિર્ણય
જો કે, ટ્રેન ન રોકાતા વેપારીઓ પ્રભાવિત થયા છે અને તેમને મોટી ખોટી જાય છે. કારણ કે તે દેશના અલગ અલગ ભાગમાં સ્ટોકની સપ્લાઈ કરે છએ. કોવિડ દરમિયાન પણ બરહિયામાં ટ્રેન ન રોકાતા મિઠાઈના ધંધા પર માઠી અસર થઈ હતી. રેલ્વે સ્ટેશન પર હાલમાં કોઈ ટ્રેન ન રોકાતા મિઠાઈના વેપારીઓને ભારે ખોટ જઈ રહી છે, તેથી લોકો ગુસ્સામાં છે. વિરોધ પ્રદર્શન જોતા રેલ્વેએ તાત્કાલિક નિર્ણય કર્યો છે કે, એક એક્સપ્રેસ ટ્રેને રોકવામાં આવશે, જેને લઈને સોમવાર સાંજે વિરોધ પ્રદર્શન સ્થગિત કરવામા આવ્યું હતું.