પત્નીના પ્રેમની હાઈકોર્ટમાં જીત
વડોદરામાં એક પત્નીના પ્રેમની અનોખી જીત, એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તેના જીવવાના કોઈ ચાન્સ નથી. તેવામાં તેની પત્ની પોતાના પતિના જ સ્પર્મથી સંતાન પ્રાપ્ત કરવા માગતી હતી. પરંતુ હોસ્પિટલે સ્પર્મ આપવાની ના પાડી દીધી.. તો પત્ની કોર્ટના દ્વારે પહોંચી અને અંતે તેની જીત થઈ, ત્યારે કેવી છે આ કરુણ અને હૃદય સ્પર્શતી કહાની.
મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મ લેવાયા
કોરોના પણ હાર્યો, હોસ્પિટલ પણ હારી, જિંદગીના છેલ્લા શ્વાસ પહેલા એક પતિની પત્નીએ ઈચ્છાપુરી કરી અને ન્યાયના મંદિરે તેની અંતિમ ઈચ્છાને અમર બનાવી દીધો. કિસ્સો વડોદરાનો છે, જ્યાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સ્પર્મ લેવા બાબતે વિવાદ સર્જાયો હતો. પરંતુ છેવટે આ વિવાદમાં પત્નીના પ્રેમની જીત થઇ છે અને હાઇકોર્ટની મંજૂરી બાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મ લેવાયા છે. અને આ સ્પર્મ દ્વારા હવે IVFની પ્રક્રિયાથી પત્ની પ્રેગનેન્ટ બની પોતાના પતિની ઈચ્છા પૂર્ણ કરશે.
IVFની પ્રક્રિયાથી પત્ની ઈચ્છે છે સંતાન
આ કિસ્સો હૃદય સ્પર્શનારો અને કરુણ છે. આજના સમયના દરેક યુગલો માટે પ્રેરણારૂપ છે, જેમાં પતિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા માટે એક પત્નીએ બહુ મોટું પગલું ભર્યું છે. આ પ્રેમ ભરી કહાની અને સંઘર્ષ વિશે વાત કરીએ તો અમદાવાદમાં રહેતી એક યુવતી કેનેડા ગઈ હતી ત્યાં તેને કેનેડાનો પીઆર મળ્યો. મૂળ ભરૂચના યુવાન સાથે પ્રેમમાં પડી.
ગત ઓક્ટોબર 2020માં કોવિડનાં નિયંત્રણો હોવા છતાં કેનેડામાં બન્નેએ લગ્ન કર્યાં અને પતિ-પત્ની એકબીજાની સાથે રહેતાં. પરંતુ યુવાન પિતાની બીમારીની સારવાર માટે ભારત પરત ફર્યો. પિતાની સારવાર દરમિયાન મહિલાનો પતિ કોરોનાથી સંક્રમિત થયો અને 10 મેના તેની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો. જે બાદ પતિના શરીરના તમામ અંગો કામ કરતા બંધ થઈ રહ્યા હતા, બંને ફેફસા પણ સંપૂર્ણ રીતે કામ કરતા બંધ થયા હતા , મલ્ટી ઓર્ગન ડિસિસને ધ્યાને રાખતા દર્દીનું જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
પતિના વંશને આગળ વધારવા સંઘર્ષ
આવા સંજોગોમાં પત્નીએ હોસ્પિટલમાં માંગ કરી કે હું મારા પતિના બાળકની માતા બનવા ઈચ્છું છું. પતિના સ્પમ હોસ્પિટલ લઈ આગળ કાર્યવાહી કરે. જોકે હોસ્પિટલે મેડિકલ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા પરિવારને જાણ કરી, કારણ કે હોસ્પિટલ પતિની મંજૂરી બાદ જ કાર્યવાહી કરી શકે. પણ પતિજ બેભાન અવસ્થામાં છે તેવામાં પત્નીએ આ મામલે હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા અને ગત રોજ હાઇકોર્ટે આ મામલે 15 મિનિટ માજ પતિના આઈ.વી.એફ માટે સેમ્પલ લેવા પત્નીને મંજૂરી આપી હતી. આમ પતિ-પત્નીના પ્રેમની જીત થઈ છે.
કોર્ટના આદેશ બાદ IVFની પ્રક્રિયા હાથ ધરાશે
કહેવાય છે કે, કોઈપણ પરિવારને આગળ લઈ જવામાં એક પત્ની અને માતાની ભૂમિકા સર્વોપરી હોય છે. અહીં પણ પરિવારને જીવનમાં આગળ લઈ જવા માટે પત્નીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. ભારતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પ્રાર્થના કરીએ કે, IVF દ્વારા મહિલાને સંતાન પ્રાપ્તિમાં સફળતા મળે અને એક પરિવારને પોતાનો વંશ મળી જાય.