બ્રેકિંગ ન્યુઝ
VTV / Rapist sentenced to jail till last breath, know what is the matter
Dhruv
Last Updated: 02:14 PM, 22 October 2022
ADVERTISEMENT
જોધપુર જીલ્લામાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ મામલામાં પોસ્કો કોર્ટે 25 વર્ષીય આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા સંભળાવી છે. કોર્ટો આ આખા મામલામાં સુનાવણી 53 દિવસમાં પૂર્ણ કરી ઓરોપીને સજા સંભળાવી દીધી છે. પોક્સો એક્ટ હેઠળ અનિલ આર્યએ ટીપ્પણી કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં કન્યાને દેવી રુપે માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. તેમજ આ સમાજમાં આ પ્રકારનો અપરાધ અસ્વીકાર્ય છે.
આ ઘટના 6 જુલાઈ 2022 નાં રોજ જોધપુર જીલ્લાના બાલેસર વિસ્તારમાં બન્યો હતો. જેમાં ચાર વર્ષીય માસુમ બાળકી તેના ઘર પાસે ખાટલા પર સૂઈ રહી હતી. બાળકીના માતા-પિતા ઘરની સામે ખેતરમાં કામ કરવામાં વ્યસ્ત હતા. તે દરમ્યાન બાલેસરના જીયાબેરી ખાતે રહેતો 25 વર્ષીય આરોપી સુમેરારામ જેઓ ભંવરારામના પુત્ર ત્યાં આવ્યો હતો અને માસૂમ બાળકીની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
બળાત્કારીની ધરપકડ કરી ટૂંક સમયમાં તેને કોર્ટમાં રજૂ કરાયો
નરાધમ દ્વારા બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીની ચીસો સાંભળીને ખેતરમાં કામ કરતા બાળકીના માતા-પિતા દોડતા દોડતા બાળકી પાસે પહોચ્યા હતા અને આરોપીને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આરોપી ધક્કો મારીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવતિને સારવાર અર્થે બાલેસરના પ્રાથમિક કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી બાળકીને જોધપુર રીફર કરવામાં આવી હતી. ત્યારે પોલીસે 17 ઓગસ્ટના રોજ આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.
આરોપીના વકીલની દલીલો
આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જેમાં તેણે દલીલ કરતા જણાવ્યું હતું કે આરોપી ભૂતકાળમાં કોઈ કેસમાં દોષિત નથી. આ તેનો પહેલો ગુનો છે. આરોપીની આર્થિક સ્થિતિ અને ઘરની સ્થિતિનું વર્ણન કરતાં કોર્ટેને કહેવામાં આવ્યું કે આરોપી ખૂબ જ ગરીબ પરિવારનો છે. તેનો બે નાના બાળકો પણ છો. આવા સંજોગોમાં કોર્ટમાં છૂટછાટ માટે અપીલ કરવામાં આવી હતી. સરકારી વકીલે કહ્યું કે ચાર વર્ષની માસૂમ સાથે ધૃમાસ્પદ કૃત્ય કરનાર આરોપીને ફાંસીની સજા થવી જોઈએ.
બંને પક્ષની અપીલ સાંભળ્યા બાદ કોર્ટે સજા સંભળાવી
પોક્સો કોર્ટના જજ અનિલ આર્યએ આરોપીને આજીવન જેલમાં રાખવાની સજા ફ઼ટકારી હતી. કોર્ટે કહ્યું કે આવા ગુનાઓમાં ફાંસીની સજાની જોગવાઈ છે. પરંતું સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુદંડ માત્ર દુર્લભ કિસ્સાઓમાં જ આપવી જોઈએ. આવી સ્થિતિમાં આરોપી સુમારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.