બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rape on 14-year-old Minor in Meghaninagar, Ahmedabad

સાવધાન / અમદાવાદના મેઘાણીનગરમાં ઘરમાં એકલી સૂતી 14 વર્ષની સગીરાનું મોં દબાવી આચર્યું દુષ્કર્મ, પાડોશમાં રહેતો હતો યુવક

Shyam

Last Updated: 04:39 PM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મેઘાણીનગરમાં પાડોશી યુવકે એક સગીરાને શિકાર બનાવ્યો છે, 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યા બાદ તેને ધમકી પણ આપ્યાની ફરિયાદ નોંધાઈ

  • અમદાવાદના મેઘાણીનગરમાં સગીરા સાથે દુષ્કર્મ
  • પડોશમાં રહેતા શખ્સે આચર્યું દુષ્કર્મ
  • મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી

સુરત બાદ અમદાવાદમાં પણ દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. અમદાવાદના મેઘાણીનગરમાં પાડોશી યુવકે એક સગીરાને શિકાર બનાવ્યો છે. 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યા બાદ તેને ધમકી પણ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા પોતાના ઘરમાં એકલી સૂતી હતી ત્યારે પાડોશી યુવકે તેનું મોં દબાવી શારીરિક અડપલા કર્યા અને બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યું છે. સાથે સગીરાને ધમકી આપી કે, આ અંગે કોઈને જાણ કરી તો પિતા અને દાદીને મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે, યુવતી આ ઘટના વિશે બોલવામાં પણ ડરતી હતી. જ્યારે પરિવારે સમગ્ર મામલે પૂછપરછ કરી તો, ઘટનાની સત્યતા સામે આવી હતી. સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં પણ એડમિટ કરી હતી. સમગ્ર ઘટના અંગે મેઘાણીનગર પોલીસ મથકમાં પાડોશી યુવક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. 

Father raped her daughter

મેઘાણીનગરમાં રહેતો સામાન્ય પરિવાર મરણના કામે આબું ગયો હતો

અમદાવાદના મેઘાણીનગરમાં એક સામાન્ય પરિવાર અને રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારની દિકરીને શિકાર બનાવ્યો છે. 1લી જુલાઈના દિવસે આ પરિવાર પોતાના સંબંધીના ઘરે મરણના પ્રસંગે આબું પહોંચ્યો હતો. ઘરે સગીરાની માતા અને અન્ય ત્રણ દિકરા હતા. રાત્રીના સમયે પરિવાર ઘરના બહારના ભાગે સૂતો હતો. ત્યારે 14 વર્ષની દિકરી ઘરમાં એકલી સૂતી હતી. અને પાડોશમાં રહેતો યુવક આ અંગે જાણતો હોય તેવી રીતે યુવતીના રૂમમાં ઘૂસી આવ્યો હતો. અને બળજબરી પૂર્વક યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હતો. સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો હતો. જ્યારે સગીરાને પેટમાં સતત દુખાવો થવાનો શરૂ થયો. યુવતીએ આ અંગેની જાણ તેના પરિવારને કરી અને પરિવારે પૂછપરછ કરતા યુવકની હરકત સામે આવી હતી. 

gang rape complaint registered Bhuj Kutch Gujarat

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad meghaninagar અમદાવાદ દુષ્કર્મ મેઘાણીનગર સગીરા ઉપર દુષ્કર્મ Meghaninagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ