Rape case Woman Raman arrest Vadodara Ahmedabad Junagadh
ધરપકડ /
અમદાવાદની મહિલાનું જૂનાગઢમાં દુષ્કર્મ મામલે આરોપી રમણની ધરપકડ, વાડીમાં લઇ જઇ કર્યું હતું કૃત્ય
Team VTV08:54 PM, 05 Dec 19
| Updated: 08:57 PM, 05 Dec 19
વડોદરા, રાજકોટ અને સુરત બાદ જૂનાગઢમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જૂનાગઢના પ્લાસવા ગામે મહિલા સાથે દુષ્કર્મના મામલે પોલીસે બરોડાના રમણ નામના આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદની મહિલાને મજૂરીની લાલચ આપીને ગામે લાવ્યા હતાં. આ મહિલાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
અમદાવાદની મહિલાનું જૂનાગઢના પ્લાસવા ગામમાં દુષ્કર્મની ઘટના મામલો
બરોડાના રમણ નામના દુષ્કર્મના આરોપીની ધરપકડ
શખ્સે વાડીમાં તેની સાથે છેડછાડ કરી બાદમાં આચર્યું હતું દુષ્કર્મ
શું બની હતી સમગ્ર ઘટના?
અમદાવાદના જાંપ ગામની એક મહિલાએ ઘરે પતિ અને સાસરિયાંમાં ઝઘડો થતા ઘર છોડીને બસમાં ચાલી ગઇ હતી. બસમાં તેનો પરિચય એક શખ્સ સાથે થયો હતો. આ શખ્સે તેને મજૂરી કામ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ મહિલાને તે પ્લાસવા ગામ લઇ આવ્યો હતો.
શખ્સે પ્લાસવા ગામની વાડીમાં દુષ્કર્મ આચર્યું
આ ગામની વાડીની ઓરડીમાં આ શખ્સે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે મહિલાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાએ શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
મહિલાએ સવારે ગામલોકોને જાણ કરીને નોંધાવી ફરીયાદ
શખ્સે વાડીમાં તેની સાથે છેડછાડ કરી હતી જેનો મહિલાએ વિરોધ કર્યો હતો. બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા બાદમાં આખી રાત જાગતી બેસી રહી હતી. સવારે નિકળી ગામમાં પહોંચી હતી. આ મામલે ગામલોકોને પોતાની વિતક કહેતાં સરપંચ તેને તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં તેણે રમણ સામે ફરીયાદ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ પીએસઆઇ બી. એમ. વાઘમશીએ હાથ ધરી હતી.
ત્યારે હવે આ મામલે પોલીસે બરોડાના રમણ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.