Rape Case with a girl in Pandesara at Surat, Hard disks found in two shops
સુરત /
અશ્લિલ ફિલ્મ ડાઉનલોડ કરી આપતા દુકાનદાર વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, પાંડેસરામાં આરોપીએ ફિલ્મ જોયા બાદ આચર્યું હતું દુષ્કર્મ
Team VTV12:05 PM, 10 Dec 21
| Updated: 02:31 PM, 10 Dec 21
સુરતમાં પાંડેસરાના બાળકી સાથે દુષ્કર્મનો મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, બે દુકાનદારો પાસેથી અશ્લિલ ફિલ્મો વાળી હાર્ડ ડિસ્ક મળી આવતા પોલીસ પણ દંગ, પાંડેસરામાં બાળકી દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આજે કોર્ટનો ચુકાદો આવી શકે છે.
અશ્લિલ ફિલ્મ ડાઉનલોડ કરેલી હાર્ડ ડિસ્ક મળી આવી
પોલીસે દુકાનમાલિક સહિત 3 લોકોની કરી ધરપકડ
આરોપીએ અશ્લિલ ફિલ્મ જોયા બાદ આચર્યું હતું દુષ્કર્મ
સુરતમાં પાંડેસરાના બાળકી સાથે દુષ્કર્મનો મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, સુરત પાંડેસરામાં વડોદમાં બનેલી દુષ્કર્મની ઘટનાની ગંભીરતાને લઇ પોલીસે તપાસ અભિયાન શરૂ કર્યું છે જેમાં કોસાડ અને વડોદ ગામની બે દુકાનોમાંથી અશ્લિલ ફિલ્મ ડાઉનલોડ કરેલી હાર્ડ ડિસ્ક મળી આવી છે. અશ્લિલ ફિલ્મો વાળી હાર્ડ ડિસ્ક મળી આવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી જે મામલે પોલીસે કાર્યવાહી કરતા દુકાનમાલિક સહિત 3 લોકોની કરી ધરપકડ મહત્વનું છે કે પાંડેસરાના વડોદમાં દુષ્કર્મ કેસમાં આરોપીએ અશ્લિલ ફિલ્મ જોયા બાદ દુષ્કર્મ આચર્યું હતું
બાળકીના માથામાં ઈંટના ઘા મારી હત્યા કરાઈ હતી
સુરતમાં પાંડેસરામાં બાળકી દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આજે કોર્ટનો ચુકાદો આવી શકે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સુરતની સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો આપતા બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસીની સજા સંભળાવી છે બાળકીનું ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી હતી જે બાદ પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતીજેમાં આરોપીને સજા સંભાવી છે ત્યારે વધુ એક કેસમાં આજે કોર્ટનો ચુકાદો આવી શકે છે.
પાંડેસરામાં 7 ડિસેમ્બરે 2020 એ બન્યો હતો બનાવ
સુરતમાં પાંડેસરાના 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. જેમાં પાડોશમાં રહેતો દશરથ બૈસાણે બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ બાદ બાળકીના માથામાં ઈંટના ઘા મારીને તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આ ઘટના 7 ડિસેમ્બરે 2020ના રોજ બની હતી જેનો આજે ચુકાદો આવી શકે છે. આ બનાવ બન્યાના 15 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી પોલીસે પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે આજે કેસના ચુકાદા પર સૌની નજર રહેલી છે કેમ કે અગાઉ પણ કોર્ટ એક દુષ્કર્મ કેસમાં આરોપીને મુત્યુદંડની સજા સંભળાવી છે. બે દિવસ પહેલા જ પોક્સો કોર્ટે દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા આપી છે આરોપીએ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી હતી જેને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે આજે અન્ય એક કેસમાં ચુકાદા આવનાર છે તેના પર સૌની નજર છે.