શર્મસાર /
ભારતમાં છેલ્લે આ તારીખે અપાઇ હતી બળાત્કારીને ફાંસી, તમે જે વિચારો છો એ નથી
Team VTV04:46 PM, 03 Dec 19
| Updated: 05:02 PM, 03 Dec 19
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે જે બન્યું તેના લીધે ભારતના દરેક નાગરિકની આંખમાં આંસુ આવ્યા. ફરી એકવાર દેશમાં મહિલા શક્તિની સલામતી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, લોકો ન્યાયની માંગણી માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને દોષીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે.
હૈદરાબાદની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ
છેલ્લે 14 ઓગસ્ટ 2004 માં અપાઇ હતી બળાત્કારીને ફાંસી
છેલ્લા 15 વર્ષમાં બળાત્કારની 4 લાખ ઘટના બની છે
પરંતુ શું તમે જાણો છો કે છેલ્લી વખત ક્યારે ભારતમાં બળાત્કાર કરનારને ફાંસી આપવામાં આવી હતી અથવા આપણા દેશમાં કેટલી બળાત્કારની ઘટના બની જેના કારણે આપણ શર્મસાર થવું પડ્યું. કદાચ પહેલી ઘડીએ નિર્ભયાકાંડ દિમાગમાં આવે છે પરંતુ એવું નથી.
14 ઓગસ્ટ 2004
આ તે તારીખ છે જ્યારે બળાત્કાર કરનારને છેલ્લે ફાંસી આપવામાં આવી હતી. સગીર યુવતી પર બળાત્કારના ગુનામાં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. કોલકાતાની અલીપુર જેલમાં ધનંજયને ફાંસી આપવામાં આવ્યાને 15 વર્ષ થયા છે. ત્યારબાદથી દેશમાં 4 લાખથી વધુ બળાત્કાર થયા છે, પરંતુ એવું લાગે છે કે કંઈ બદલાયું નથી અને આ 15 વર્ષોમાં કોઈ અન્ય બળાત્કાર કરનારને ફાંસી આપવામાં આવી નથી.
મનમોહન સિંહ હતા પ્રધાનમંત્રી
જ્યારે ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી, ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર નવી-નવી સત્તામાં આવી હતી અને મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા. અને ડો. એ.પી.જે.અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા, ધનંજય ચેટર્જીએ પણ રાષ્ટ્રપતિની સમક્ષ મુક્તિની વિનંતી કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ તેની આ અરજીને ફગાવી હતી.
ન્યાયની કરવામાં આવી રહી છે માગણી
મહારાષ્ટ્રમાં પાવર ગેમ ચાલી રહી હતી, ત્યારે બળાત્કારની ઘટના હૈદરાબાદમાં સામે આવી હતી.પરંતુ પાવર ગેમ ચાલુ હોવાથી કંઇ બન્યું નહીં. હવે ફરી એકવાર ન્યાયની અને નિર્ણયની માંગણી કરી રહ્યા છે.
નિર્ભયા કેસથી પણ નથી બદલાયો દેશ
સાત વર્ષ પહેલા 2012 માં જ્યારે સમગ્ર દેશમાં ગુસ્સો હતો ત્યારે નિર્ભયા કેસનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવામાં આવ્યો. ફાસ્ટ ટ્રેક કોર્ટે માત્ર 9 મહિનામાં ચુકાદો આપ્યો. 13 સપ્ટેમ્બરમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાનો તે નિર્ણય આજે 6 વર્ષ બાદ પણ અમલમાં મુકાઇ શક્યો નથી.