નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની માગ સાથે રાપરના MLA સંતોકબેન ધરણા પર

By : hiren joshi 06:44 PM, 08 September 2018 | Updated : 06:44 PM, 08 September 2018
કચ્છઃ રાપર તાલુકાના ફતેહગઢ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે આજે ગાગોદર, પલાંસવા, કાનમેર, આડેસર સહિતના 35થી વધુ ગામોના લોકો સહિત રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાએ કેનાલ પર ધરણા કર્યા હતા.

છેવાળાના રાપર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા એકદમ વકરી છે. ત્યારે તંત્ર દ્વારા ચુપકીદી શું કહી રહી રાપર તાલુકાની જનતા અને પશુ ધન પાણી માટે વલખા મારી રહી છે. રાપરના ગોગોદર, આડેસર, પલાંસવા, કાનમેર સહિત 35થી વધુ ગામોના પિવાના પાણીના પ્રશ્ર્નોને લઇને અનેક રજુઆતો અને વિનંતી છતા નર્મદાની ગાગોદર બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો અને ગામોની સ્થિતિ ખુબજ દયનિય છે. પીવાના પાણી માટે લોકો વલખાં મારવા પડી રહ્યા છે. વરસાદ તરસ્યા કચ્છના આ વિસ્તારના ખેડુતો, ધારાસભ્ય અને આગેવાનો આજે આ મામલે ધરણા પર બેઠા હતા. 

વિરોધ નોંધાવવા સાથે જ્યા સુધી પાણી ન છોડાય ત્યા સુધી વિરોધ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. એક મહિનાથી આ મુદ્દે સ્થાનીક કલેકટર સહિત ચુંટાયેલા પ્રતિનીધીઓ આ મામલે અસરકારક રીતે રજુઆત કરી રહ્યા છે. પરંતુ રજુઆત પછી ધીરજ ખૂટી જતા ખેડુતો અને આગેવાનો કેનાલ પાસેજ ધરણા પર બેસી ગયા હતા. જે મામલે આગામી દિવસ માં ઉકેલ નહિ આવે તો ગુજરાત વિધાનસભા ના ઘેરાવ કરવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી હતી.Recent Story

Popular Story