એકટિંગની પ્રતિભા તરીકે ઓળખાતો અભિનેતા રણવીર સિંહે પોતાના અભિનયની યોગ્યતાની બાબતે તમામ મર્યાદા પાર કરી શકે છે. પદ્મવતની શૂટિંગ પૂર્ણ થયા બાદ તે હવે આગામી ફિલ્મ ગલી બોયની શૂટિંગમાં વ્યસ્ત છે. આ માટે તેમણે તેમના લૂક અને શરીરમાં જબરદસ્ત પરિવર્તન દર્શાવ્યો છે. અભિનેતાએ ચિત્રો દ્વારા આ ટ્રાન્સફોર્મેશન જતાવ્યું હતું.
આ કાયાપલટ જોયા બાદ રણવીર સિંહ ની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી પડશે. આ બંને લુક ચાહકોને ખુબ ગમ્યાં છે. બંને ફિલ્મોમાં એનો લૂક અને પાત્રમાં ઝમીન આસમાનનો ફરક છે.
રણવીર સિંહ પદ્મવતમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા માટે વજન વધાર્યું હતું. ખિલાજીની વિલનની ભૂમિકામાં તે ખૂબ જ આકર્ષક લાગે છે.
તે જ સમયે ગલી બોય ફિલ્મમાં રણવીરનો દેખાવ સાવ સાધારણ છે. અભિનેતાના દેખાવ તેમની ફિલ્મ 'બેન્ડ બાજા બારાટ'ની યાદ અપાવે એવો છે. રણવીર ફિલ્મમાં rapperની ભૂમિકામાં દેખાશે.
એવું પણ જાણવા મળ્યું છે કે રણવીર સતત 24 કલાક શૂટિંગ કરશે. એક અહેવાલ મુજબ રણવીર ગલી બોયના પહેલા 12 કલાકમાં શૂટ કરશે અને પછીના 12 કલાક સુધી એક બ્રાન્ડ માટે શૂટ કરશે. રણવીરને સતત 24 કલાક શૂટિંગ કરવામાં કોઈ સમસ્યા નથી.