બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ

India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ

Last Updated: 09:46 PM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીરના ગાયબ થવાની વાત પણ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. એવામાં હવે યુટ્યુબરે પોતે સામે આવીને કહ્યું છે કે તે ભાગી નથી રહ્યો. રણવીરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી છે.

સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર રણવીર અલ્હાબાદીયા મુસીબતમાં ફસાયા છે.શોમાં આવેલો કંટેસ્ટેંટને રણવીરે પેરેન્ટ્સની સેક્સ લાઇફ વિશે સવાલ પૂછ્યો હતો.જેને સાંભળીને સોશિયલ મીડિયા પર રણવીરની ભારે ટીકા થઇ રહી છે.આ બબાલ એટલી મોટી થઈ ગઈ કે રાજનેતાઓથી લઇને ધાર્મિક સંગઠનોએ પણ રણવીરનો વિરોધ કર્યો.આ મામલો સંસદ ભવન સુધી પહોંચી ગયો અને દેશના અનેક રાજ્યોમાં રણવીર સામે FIR પણ નોંધાઈ છે.

રણવીર અલ્હાબાદીયા પર નોંધ્યાયેલા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. રણવીર સાથે-સાથે કોમેડિયન સમય રૈના, યુટ્યુબર આશિષ ચંચલાની અને ઈનફ્લુએન્સર અપૂર્વા મખીજા સહિત 'ઇન્ડિયા ગોટ લેટેન્ટ' ની ટીમ પર પણ કેસ થયો છે. બધાને એક-એક કરીને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી રણવીર અલ્હાબાદિયાએ પોતાની સ્ટેટમેન્ટ રેકોર્ડ નથી કરાવી. તેની સાથે કોન્ટેક્ટ પણ નથી થઈ રહ્યો. યુટ્યુબરના મુંબઈના ઘર પર લોક મારેલું છે. યુટ્યુબરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. અહીં સુધી તેમના વકીલ સાથે પણ વાત નથી થઈ રહી.  

રણવીર અલ્હાબાડોયાએ શેયર કરી પોસ્ટ

રણવીરના ગાયબ થવાની વાત પણ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. એવામાં હવે યુટ્યુબરે પોતે સામે આવીને કહ્યું છે કે તે ભાગી નથી રહ્યો. રણવીરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી છે. જેમાં તેને લખ્યું, 'મારી ટીમ અને હું પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ. હું પ્રોસેસને ફોલો કરીશ અને હજુ એજન્સી માટે ઉપલબ્ધ રહીશ. માતા પિતા વિશે મારી ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અયોગ્ય હતી. સુધરવું એ મારી નૈતિક જવાબદારી છે અને મને ખરેખર દુઃખ છે.'

વધુ વાંચો : બજરંગી ભાઈજાન કી મુન્ની બડી હો ગઈ, હર્ષાલી મલ્હોત્રાની આ તસવીરોથી નજર હટાવવી મુશ્કેલ

યુટ્યુબરે વધુમાં કહ્યું કે કેવી રીતે લોકો તેને અને તેના પરિવારને પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તે ભયભીત થયો છે. રણવીરે આગળ લખ્યું, 'હું લોકો પાસેથી જાનથી મારી નાખવાની ધમકી આવતી જોઈ રહ્યો છું, જ્યાં તેઓ કહી રહ્યા છે કે તેઓ મને મારવા ઈચ્છે છે અને મારા પરિવારને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે. લોકો દર્દી બનવાનું નાટક કરીને મારી માતાના ક્લિનિકમાં ઘૂસી આવ્યા હતા. હું તો ભયભીત છું અને મને નથી ખબર કે શું કરવું જોઈએ. પરંતુ હું ભાગી નથી રહ્યો. મને પોલીસ અને ભારતની ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ranveer allahbadia update ranveer allahbadia India's Got Latent
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ