રિઝર્વ બેંક જલ્દીથી બજારમાં 100 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. નવી નોટનો રંગ જાંબલી હશે અને એની પર ઐતિહાસિક સ્થળ સામેલ ગુજરાતની ઐતિહાસિક રાણકી વાવની ઝલક જોવા મળશે. આકારમાં આ જૂની 100ની નોટથી નાની અને 10ની નોટથી થોડી મોટી હશે.
જો કે નવી નોટ બહાર પડ્યા બાદ પણ જૂની નોટો ચલણમાં રહેશે. 100ની નવી નોટોનું છાપકામ બેંક નોટ પ્રેસ દેવાસમાં શરૂ થઇ ગયું છે. નોટની નવી ડિઝાઇનને અંતિમ રૂપ મૈસૂરની એ પ્રિન્ટિંગ પ્રેસમાં આપવામાં આવશે જ્યાં 2000ની નોટ છપાય છે. આ વખતે એક મોટો ફેરફાર એવો પણ કરવામાં આવ્યો છે કે નવી નોટને છાપવામાં સ્વદેશી શહી અને કાગળનો જ ઉપયોગ થશે.
નવી નોટો આકારની સાથે વજનમાં પણ ઓછી હશે.
મૈસૂરમાં જે શરૂઆતી નમૂના છાપવામાં આવ્યા હતા એમાં વિદેશી શહીનો ઉપયોગ થયો હતો. નવી નોટ આકારની સાથે વજનમાં પણ ઓછી હશે. જ્યાં જૂની 100ની નોટોની એક થોકડીનું વજન 108 ગ્રામ હતું તો સાઇઝ નાની થવાથી હવે 80 ગ્રામની આસપાસ થશે. આરબીઆઇ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં એને જારી કરી શકે છે.
એટીએમમાં કરવા પડશે ફેરફાર
બેંકોએ પોતાના ATMના કેસ ટ્રેનમાં એક વખત ફરીથી ફેરફાર કરવો પડશે કારણ કે 100ની નોટ રાખી શકાય. 2014માં કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ ચૌથી તક હશે કે બેંકોએ એટીએમમાં ફેરફાર કરવો પડ્યો છે. આ પહેલા 2000 500 અને 200ની નવી નોટો માટે ફેરફાર કરવો પડ્યો હતો.
હશે નવા સુરક્ષા ફીચર
નવી નોટમાં સામાન્ય સુરક્ષા ફીચરની સાથે સાથે લગભગ એક ડઝન નવા સૂક્ષ્મ સુરક્ષા ફીચર પણ જોડવામાં આવ્યા છે એને માત્ર અલ્ટ્રાવાયલેટ રોશનીમાં જ જોઇ શકાશે.
યૂનેસ્કોની યાદીમાં સામેલ છે રાણકી વાવ
ગુજરાતની પાટણ સ્થિત રાણકી વાવનેયૂનેસ્કોએ 2014માં વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરી હતી. આ બાવડીને સન 1063માં ગુજરાતના શાસક ભીમદેવ સોલંકી પ્રથમની સ્મૃતિમાં એમની પત્ની રાણી ઉદયમતિએ બનાવી હતી.
આ પહેલા 200ની નોટ પર મધ્યપ્રદેશની સાંચી 500ની નોટ પર દિલ્હીનો લાલ કિલ્લો 50ની નવી નોટ પાછળ કર્ણાટકની હંપી અને 10 રૂપિયાની નવી નોટ પર કોણાર્કનું સૂર્ય મંદિર છાપવામાં આવી છે.