બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:48 PM, 23 January 2025
યુવા ડાબોડી સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ સર્જ્યો છે. રણજી ટ્રોફી ગ્રુપ બીની મેચના પ્રથમ દિવસે ઉત્તરાખંડની ટીમના 9 ખેલાડીઓને આઉટ કર્યાં હતા. આ પહેલાં 1960-61માં જસુભાઈ પટેલના 21 રનમાં 8 વિકેટ ઝડપી હતી પરંતુ સિદ્ધાર્થે તો જસુભાઈનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો. સિદ્ધાર્થે નવા બોલથી તબાહી મચાવી હતી અને પોતાની ઈચ્છા મુજબ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
Siddharth Desai's Magical 9-Wicket Haul in Ranji Trophy 🏆
— Akshay Tadvi 🇮🇳 (@AkshayTadvi28) January 23, 2025
- Gujarat's 21-year-old spinner Siddharth Desai weaves magic in the Ranji Trophy, claiming 9 wickets with his mesmerizing spin against Uttarakhand. He narrowly misses a perfect 10, with Vishal Jayswal taking the final… pic.twitter.com/WaK11dXRKR
1960-61માં જસુભાઈએ લીધી હતી 8 વિકેટ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રણજીમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જસુભાઈ પટેલે લીધી હતી. 1960-61માં જસુભાઈએ 8 વિકેટ ઝડપી હતી પરંતુ હવે સિદ્ધાર્થે તેમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
10મી વિકેટ લેવામાંથી ચૂક્યો
ઉત્તરાખંડના બેટ્સમેનોની કોઈ યુક્તિ દેસાઈ સામે ચાલી નહોતી, તે 10મી વિકેટ લેવામાંથી ચૂકી ગયો હતો, જો તેણે 10મા ખેલાડીને આઉટ કર્યો હોત તો તેણે આખી ટીમને આઉટ કરવાનો મહા રેકોર્ડ કર્યો હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.