બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / 95 વર્ષથી અડીખમ છે રાંધેજાની આ ભેળનો સ્વાદ, ગાડાથી શરૂ થયું હતું વેચાણ, આજે અમેરિકા-કેનેડામાં પણ છે ગ્રાહકો

સ્વાદ / 95 વર્ષથી અડીખમ છે રાંધેજાની આ ભેળનો સ્વાદ, ગાડાથી શરૂ થયું હતું વેચાણ, આજે અમેરિકા-કેનેડામાં પણ છે ગ્રાહકો

Nidhi Panchal

Last Updated: 02:13 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની વાત કરવામાં આવે તો દાસ ખમણના ખમણ ભોગીલાલ મૂલચંદની મીઠાઈ, આસ્ટોડિયાની જલેબી જેને ખાવા માટે આજે પણ લોકો શનિ અને રવિવારની સવારે લાંબી કતારમાં ઊભા રહે છે. આ ઉપરાંત તમે મુંબઈની ભેળ વિશે ઘણીવાર સાંભળ્યું હશે. પરંતુ અમદાવાદથી માંડ 50 કિલોમીટર દૂર એક ગામ એવું છે, જેની ભેળ છેલ્લા 95 વર્ષથી લોકોની પહેલી પસંદ બનેલી છે.

ગુજરાતમાં એવા ઘણા ઉદ્યોગો છે જે પેઢીઓથી ઓળખાય છે, ખાસ કરીને ખાણી-પીણીના ક્ષેત્રમાં. સુરતના લોચો, વડોદરાના સેવ ઉસળનો સ્વાદ તો હવે વિદેશો સુધી પહોંચ્યો છે. આજે પણ શનિવાર અને રવિવારે સવારે લોકો લાંબી લાઈનોમાં રાહ જોતા જોવા મળે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો દાસ ખમણના ખમણ ભોગીલાલ મૂલચંદની મીઠાઈ, આસ્ટોડિયાની જલેબી જેને ખાવા માટે આજે પણ લોકો શનિ અને રવિવારની સવારે લાંબી કતારમાં ઊભા રહે છે. આ ઉપરાંત તમે મુંબઈની ભેળ વિશે ઘણીવાર સાંભળ્યું હશે. પરંતુ અમદાવાદથી માંડ 50 કિલોમીટર દૂર એક ગામ એવું છે, જેની ભેળ છેલ્લા 95 વર્ષથી લોકોની પહેલી પસંદ બનેલી છે. રાંધેજાની આ ભેળના ફેન્સ મોટી સંખ્યામાં છે.

ભેળની ખાસિયત શું છે?

bhel-3

95 વર્ષ પહેલાનો સ્વાદ આજે પણ રાંઘેજાની ભેળમાં છે. આ ભેળની શરૂઆત સૌથી પહેલ અંબાલાલ કંદોઈએ કરી હતી. અંગ્રેજોના જમાનામાં અંબાલાલકાકા ગાડામાં ભેળ વેચવા ગામેગામ ફરતા હતા. તેમની સેવ, મમરા અને પૌંવા બધું જ નાખવામાં આવે છે, સાથે ચેવડામાં પણ આ જ વસ્તુ વાપરવામાં આવે છે પરંતુ જે મહત્વનું પાસું છે 'સિંગ'. અંબાલાલ કાકાએ જ્યારે ભેળ વેચવાની શરૂઆત કરી ત્યારથી તેઓ સિંગનો ભૂકો કરીને ભેળમાં ભેળવતા. જેને કારણે આવતો સ્વાદ જ આ ભેળનું મૂળ પાસું છે. આજે પણ તેમના વંશજો ત્રીજી પેઢીમાં પ્રજ્ઞેશભાઈ સુખડિયા(કંદોઈ) પણ એ જ રીતે ભેળ વેચી રહ્યા છે. એટલે લોકોને જે સ્વાદ પહેલા 95 વર્ષ હતો એ જ સ્વાદ આજે મળે છે. જે એક માત્ર કારણ છે આજે પણ લોકો દૂર દૂર થી લોકો લેવામાં માટે આવે છે. સમય જતાં, વર્ષોથી ચાલી આવતી ખાણી-પીણી બજારમાં ભાવ વધારો થાય છે. પરંતુ આ ભેળનો ભાવ ગ્રાહકો માટે પોસાય તેવી રીતે વધારવામાં આવ્યો છે, ચેવડો અને ભેળ બંને 500 ગ્રામ માત્ર 120 રૂપિયામાં મળી રહે છે, આ પણ એક કારણ છે કે ગ્રાહકો આજે પણ લઇ જાય છે તેમના ચેવડો અને ભેળ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રખ્યાત છે, લોકો તેને વિદેશથી મંગાવે છે. આજે કેનેડા અને અમેરિકા જતા ગુજરાતીઓ પણ રાંધેજાની પ્રખ્યાત ભેળ ઓર્ડર કરે છે. ગુજરાતના તમામ જગ્યાએથી વ્યક્તિઓ અહીં આવે ને એક સાથે 20 થી 30 કિલો લઇ જાય છે.

bhel-1

95 વર્ષ પહેલા જ્યારથી આ ભેળની શરૂઆત થઈ ત્યારે પ્રજ્ઞેશભાઈના દાદા એટલે કે અંબાલાલ કાકા પેથાપુર ગામમાં રહેતા હતા, જે રાંઘેજાથી 10 કિલોમીટર દૂર આવેલું છે. તે સમય દરમિયાન, વાહન વ્યવહારનો વિકલ્પો દુર્લભ હતા, બસ પણ ગામની બહાર માત્ર 3 થી 4 કિલોમીટર દૂર જ મળી શકતી હતી. એટલે, ગ્રામજનો વેપાર માટે બળદ ગાડા પર આધાર રાખતા હતા. તેમના દાદા ગાડાનો ઉપયોગ કરીને તેમના ઘરે બનાવેલો ચેવડો અને ભેળ વેચવા માટે રાંઘેજા રેલ્વે સ્ટેશન પર જતા. તે દિવસોમાં લોકોનો ખોરાક એકદમ સાદું હતું અને લોકો શહેરમાં ફરવા કે ધંધો કરવા નીકળે તેવા લોકો આ નાસ્તો રેલવે પરથી લઇ જતા , તેથી જ મારા દાદાનો ચેવડો અને ભેળ લોકપ્રિય બની ગઇ હતી લોકપ્રિયતા મેળવ્યા બાદ દાદાએ એક દુકાન સ્થાપવાનું નક્કી કર્યું જેથી લોકો સીધા રાંધેજા પાસેથી ભેળ અને ચેવડો ખરીદી શકે. એટલે શરૂઆતમાં રાંઘેજા ગામની અંદર દુકાન સ્થાપી, અને ટૂંક સમયમાં જ લોકો લોકો ભેળ વાળા દાદાને શોધતાં અહીંયા સુધી આવતા. જો કે આ જે એ દુકાનના દ્રશ્યો બદલાયા છે, સમય સાથે દુકાન આધુનિક બની છે, પરંતુ પરંપરાગત ભેળનો સ્વ જરીકેય નથી બદલાયો. એટલે વર્ષોથી આવતા લોકોને પણ અહિંયાનું સરનામુ સરળતાથી મળી રહે .

bhel-2

પેકિંગમાં ફોટો રાખવાનું કારણ

રાંધેજા ભેળની આજની પેઢીનું કેવું છે કે,"જે સમયે અમારા દાદા આ વ્યવસાય અમને સોંપીને ગયા હતા, તે પેઢીથી તેમનો જ ફોટો અમારા પેકિંગમાં જોવા મળશે તેનું એકમાત્ર કારણ છે. કે આની શરૂઆત અમારા દાદાએ કરી હતી એટલે તેમનું માન સન્માન જળવાય રહે સાથે લોકો પણ અમારા દાદાને જ ઓળખતા હતા જેના કારણે આજે પણ ઘણા એવા ગ્રાહકો છે કે જે વિદેશમાં રહે છે અને ત્યાંથી અમારા દાદાનો ફોટો મોકલીને અમારી જોડેથી ઓર્ડર લખાવતા હોય છે એવા પણ ગ્રાહકો છે કે જેમનો દીકરો કે દીકરી વિદેશમાં ભણતા હોય અને તેમના માટે દર મહિને તેઓ ચેવડો કે ભેળ મોકલતા હોય છે, મારા દાદાના સમયમાં તેઓ જાતે જ ભેળ અને ચેવડો બનાવતા હતા. જો કે, હવે એટલા બધા ઓર્ડર છે કે માંગને જાળવી રાખવા માટે મશીનો અને કામદારોને રાખવામાં આવે છે, કારણ કે દરરોજ 60 થી 80 કિલો ભેળનું વેચાણ છે. વિદેશમાં મોકલવા માટે એક એલગથી પેકિંગ બનાવવામાં આવે છે, જો કે કેટલાક પરિવાર જાતે લઇ જતા હોય છે બાકી અમે અહિંયાથી ટ્રાન્સપોર્ટ કરતા હોય છે. જો કે આ ચેવડો અને ભેળ એક સુખો નાસ્તો છે એટલે આ લાંબા સમયે સાથે ફ્રેશ રહે છે.

વધુ વાંચો : કેમ વધ્યો ડોગ રાખવાનો ટ્રેન્ડ? મનોચિકિત્સકે આપ્યું મજાનું કારણ, જાણીને લઈ આવશો ઘેર

એવો પરિવાર જે 95 વર્ષથી લઇ જાય છે ભેળ

એવું નથી કે માત્ર આ પરિવાર જ 95 વર્ષથી ભેળ વેચી રહ્યા છે, એવું પણ છે કે 95 વર્ષથી એક જ પરિવારની પેઢીઓ પણ તેમના ગ્રાહક છે. પ્રજ્ઞેશભાઈના કહેવા પ્રમાણે આજે પણ કેટલાક પરિવારો એવા છે, જે ત્રણ ત્રણ પેઢીથી પોતાના પરિવાર માટે આ ભેળ લઈ જાય છે. વડોદરાનો એક પટેલ પરિવાર અંબાલાલ કાકાની ભેળ ખાીને મોટો થયો અને આજે તેમની ત્ર્જી પેઢીએ પણ પરિવારના દીકરા-દીકરીઓ રાંધેજાની સૂકી ભેળ લઈ જાય છે. આ પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં છે, તો તેમના માટે પણ અહીંથી પાર્સલ મોકલવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

masiba transgender lifestlye
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ