બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / આઈસ્ક્રીમની ફેરી મારતા શ્રમજીવીને રાંદેર પોલીસે નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરી, આંખમાં આવી ગયા હર્ષના આંસુ
Last Updated: 12:50 PM, 15 May 2024
સુરત રાંદેર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સાયકલ પર આઈસ્ક્રીમ ફેરી કરતા શ્રમજીવીને નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરી હતી. આઈસ્ક્રીમની ફેરી કરતા શ્રમજીવીની જીવાદોરી સમાન સાયકલ તૂટી જતા આધેડ દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પોલીસ મથક ગયા હતા. જ્યાં રાંદેર સી ટીમ દ્વારા શ્રમિકને નવી સાયકલ ખરીદી આપી હતી. જેથી તેઓ તેમનાં પરિવારનું ગુજરાન ચલાવી શકે. રાંદેર સી ટીમ દ્વારા શ્રમિક યુવકને નવી સાયકલ ખરીદી આપતા ફેરિયાની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યા હતા.
ADVERTISEMENT
આઈસ્ક્રીમ વેચીને રોજી રોટી કમાનાર શ્રમજીવીને રાંદેર પોલીસે અપાવી નવી સાયકલ, શ્રમિકની આંખમાં આવી ગયા હર્ષના આંસુ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 15, 2024
(સુરતમાં પોતાની સાયકલ પર આઈસ્ક્રીમ વેચીને રોજી રોટી કમાનાર ફેરિયાની સાયકલ કોઈ વાહન ચાલકે અડફેટે લઇને તોડી નાંખી હતી. ત્યારે સુરતની રાંદેર પોલીસે આ શ્રમજીવીને સાયકલ… pic.twitter.com/vwsuwqzLdJ
ADVERTISEMENT
આ બાબતે શ્રમજીવી પુષ્પરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હું જઈ રહ્યો હતો તે દરમ્યાન અકસ્માત સર્જાતા મારી સાયકલ તૂટી જવા પામી હતી. જે બાદ પોલીસ મથકે ગયો હતો. ત્યારે મારા માટે સાયકલ જરૂરી હતી. હું સાયકલ પર ફરીને આઈસ્ક્રીમ વેચું છું. તેમજ પરિવારમાં પાંચ બાળકો છે. ઉનાળાની સીઝનમા આઈસ્ક્રીમ વેચી હું મારા પરિવારનું ગુજરાન ચલાવું છે. તેમજ શ્રમિક દ્વારા પોલીસ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
આ સમગ્ર બાબતે રાંદેર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હર્ષિકાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ગત રોજ આ દાદા આવ્યા હતા. જેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે. કોઈ ગાડી વાળાએ તેમની સાયકલને ટક્કર મારી હતી. જે બાદ અમે સીસીટીવીમાં ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી હતી. પરંતું જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હતા. આ સમગ્ર બાબતે સોનારા સાહેબને વાત કરી હતી. જે બાદ સાહેબનાં સૂચન મુજબ શ્રમજીવીને સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે સાયકલ તેમને ગિફ્ટમાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.