બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:05 AM, 17 July 2024
લુણાવાડા નગર છોટે કાશી તરીકે ઓળખાય છે. લુણાવાડાની ફરતે બે મુખ્ય નદીઓ આવેલી છે એક મહીસાગર અને બીજી પાનમ નદી. બે નદીઓ અને ડુંગરો વચ્ચે વસેલા લુણાવાડામાં ઘણા મંદિરો નગરની શોભા વધારી રહ્યા છે. જેમાંનું એક મંદિર એટલે રાજાધિરાજ રણછોડજી મંદીર. મહંત શ્રી અયોધ્યાદાસજીએ 100 વર્ષ પહેલા આ મંદિરનુ સ્થાપન કર્યું હતું. લુણાવાડા નગરમાં આવેલું એક સદી જૂનું અને અતિ પ્રાચીન મંદિર નગરના લોકો માટે કૃષ્ણ ભક્તિનું આસ્થાનું કેન્દ્ર છે.
ADVERTISEMENT
લુણેશ્વર મંદિરની સામે અને કેદારેશ્વર, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલું 100 વર્ષથી પણ જુનું રણછોડજી મંદીર નગરના મંદિરોઓમાં મહત્વનું મંદિર છે. આ મંદિરે વહેલી સવારથી જ લોકો કૃષ્ણ ભક્તિમાં લિન બનતા હોય છે. રણછોડજી મંદીરમાં વહેલી સવારે ભગવાન રણછોડજીને શાહી સ્નાન, ચંદન સ્નાન તેમજ શૃંગાર અને સરસ મજાના રંગે બેરંગી વસ્ત્રો પહેરાવવામાં આવે છે, જેના દર્શન માટે લુણાવાડા નગરના વાસીઓ મોટી સંખ્યામાં મંદિરે આવે છે.
ADVERTISEMENT
ભગવાનના શૃંગારમાં લોકો વહેલી સવારથી જ જોતરાઈ જાય છે. ભગવાન માટે તુલસીનો હાર તેમજ વિવિઘ પુષ્પો માળા તૈયાર કરવામાં આવે છે. અને શ્રૃંગાર બાદ ભગવાન રણછોડજીને કાચમાં તેમનું મુખ બતાવવામાં આવે છે.
બાદમાં ભગવાનને વિવિઘ ભોગ પણ ધરાવવામાં આવે છે. મંદિરે દરેક વર્ણના લોકો કૃષ્ણ ભક્તિમાં લિન બની ભગવાન રણછોડજી માટે વિવિધ વાનગીઓ સહિત મિષ્ઠાનો પણ લાવે છે.
ભગવાન રણછોડજીનું મંદિર લુણાવાડા નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતું અને ડાકોરના ઠાકોરની આબેહૂબ છબી ધરાવતું મંદિર છે. રણછોડજી મંદિરમાં ભગવાન કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. મંદિરને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવે છે. અને જન્માષ્ટમીની રાત્રે મંદિર પરિસર જય રણછોડ માખણ ચોર તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ગુંજી ઊઠે છે.
રણછોડજી મંદિર પરિસરમા લક્ષ્મીજી, મા અંબા અને હનુમાનજીના મંદિર તેમજ ભગવાન શેષ નારાયણનું મંદિર પણ આવેલું છે. ગુજરાતમાં શેષ નારાયણનું આ પહેલું મંદિર છે જેમાં ભગવાન આરામની મુદ્રામાં શેષનાગ પર બિરાજેલા છે. શેષ નારાયણ ભગવાનની અલૌકિક મુદ્રાના દર્શન માત્રથી ભક્તો મંત્રમુગ્ધ થાય છે. આ મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે.
ભગવાન રણછોડજીના મંદિરની સામે એક નાની દેરી બનાવેલી છે તે મંદિરમાં ભગવાન વિષ્ણુના વાહન એવા ગરુડજી બિરાજમાન છે. મંદિરમાં પ્રવેશતાની સાથે અલૌકિક ધામમાં આવ્યા હોવાની અનુભૂતિ કરી ભાવિકો દર્શન કરી પુણ્યની પ્રાપ્તિ કરે છે. ભગવાન રણછોડજીની છબી જોતા જ ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે. ભગવાન રણછોડજીની છબી ખૂબ તેજસ્વી છે. જેના દર્શન માત્રથી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. જ્યારે ભગવાન વગર માંગે દરેકની મનોકામના પૂર્ણ કરે છે.
આ પણ વાંચોઃ આજે ગણપતિનો 'મંગળ'વાર: કરો જમણી સૂંઢના ગણપતિના દર્શન, ખેતરમાંથી મળ્યું હતું સ્વરૂપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT