એક બાથરૂમ સીનને લઇ રણબીરની SANJU વિવાદોમાં  

By : vishal 04:23 PM, 13 June 2018 | Updated : 04:23 PM, 13 June 2018
તાજેતરમાં સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂનું ટ્રેલર રિલિઝ થયું હતું, હવે તે વિવાદોમાં આવી ગયું છે. ટ્રેલર આવ્યાબાદ સંજય દત્તના જીવનના દરેક પાસા આપણી સમક્ષ ખુલ્લા થઇ ગયા છે. ફિલ્મનું ટ્રેલર ચોંકવનારુ છે. ફિલ્મના ચર્ચિત ટ્રેલરને લઇને એક નવો વિવાદ ઉભો થયો છે.સંજૂ ફિલ્મના ટ્રેલરમાં સંજય દત્તનું કિરદાર ભજવી રહેલો રણબીર જેલમાં બેઠો છે અને તે જ દરમિયાન જેલના બાથરૂમમાં લીકેજ થાય છે અને તે બૂમો પાડીને જેલના કર્મચારીઓને બોલાવે છે. આ સીનને લઇને આરટીઆઇ એક્ટિવિસ્ટ પૃથ્વી મસ્કેએ વાંધો ઉઠાવ્યો છે. પૃથ્વી મસ્કે અનુસાર આ પ્રકારના સીન ભારતીય જેલોની છવિને ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. આ સિલસિલામાં મસ્કેએ સેન્સર બોર્ડને એક પત્ર પણ લખ્યો છે. સેન્સર બોર્ડને લખવામાં આવેલા પત્રમાં મસ્કેએ પોતાની વાત રજૂ કરી છે અને લખ્યું છે કે, આ પ્રકારના સીનથી લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઇએ અને ભારતીય જેલોની છવિ ખરડાવી ન જોઇએ. જોકે હજુ સુધી સેન્સરબોર્ડ તરફથી મસ્કેના આ પત્રનો કોઇ જવાબ આવ્યો નથી. ઉલ્લેખની છે કે ફિલ્મના ટ્રેલર બાદ સંજૂના બે સૉન્ગ પણ રિલિઝ કરવામાં આવ્યાં છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. Recent Story

Popular Story