બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીર કપૂરની 'રામાયણ'નું પોસ્ટર આઉટ, બે પાર્ટમાં રિલીઝ થશે ફિલ્મ, મેકર્સે જણાવી કન્ફર્મ ડેટ
Last Updated: 05:13 PM, 6 November 2024
રણબીર કપૂર છેલ્લા ઘણા સમયથી તેની આગામી ફિલ્મ 'રામાયણ'ને લઇ ચર્ચામાં રહે છે. જેમાં તે શ્રી રામનો રોલ ભજવશે. તો સીતાનો રોલ સાઈ પલ્લવી કરશે. એવામાં આજે 'રામાયણ'નું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
પ્રાઇમ ફોકસ સ્ટુડિયોના ફાઉન્ડર નમિત મલ્હોત્રાએ 'રામાયણ' ફિલ્મની પોસ્ટરની ઝલક બતાવી છે. તેમને પોતાની ઈન્સ્ટાગ્રામ ID પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેના પર રિલીઝ ડેટ પણ લખેલી છે. સાથે એ પણ મેસેજ આપવામાં આવ્યો છે કે, આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે.
ADVERTISEMENT
તેમને આગળ લખ્યું, 'અમારી ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે. બધાનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે આપણો ઈતિહાસ, આપણું સત્ય અને આપણી સંસ્કૃતિ, આપણી રામાયણને વિશ્વભરના લોકો સમક્ષ સૌથી પ્રામાણિક, પવિત્ર અને ખૂબસૂરત સ્વરૂપમાં રજૂ કરવાની છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.