બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Ranbir Kapoor's film 'Animal' created a sensation at the box office, can earn 100 crores on the opening day
Megha
Last Updated: 08:39 AM, 2 December 2023
ADVERTISEMENT
રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'એનિમલ'નું ટીઝર જ્યારથી રીલીઝ થયું છે ત્યારથી જ આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. એવામાં પહેલા એડવાન્સ બુકિંગને લઈને અને હવે તેના ઓપનિંગ ડેના કલેક્શનને લઈને ફિલ્મ સમાચારમાં છે. હવે એ વાત તઓ નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી રણબીર કપૂરની ફિલ્મ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન નહતી કરી રહી. એવામાં હવે ફિલ્મ એનિમલ સુપર હિટ જાય એવી ધારણા લગાવવામાં આવી રહી છે.
As Per Early Estimates #Animal collects ₹ 60 cr + nett ( All Langs) on its Opening day in India with a Global debut of ₹ 100 cr +.
— Sumit Kadel (@SumitkadeI) December 1, 2023
CARNAGE AT THE BOX OFFICE 🔥🔥#RanbirKapoor pic.twitter.com/v7mjsya1b8
ADVERTISEMENT
રણબીર કપૂરની નવી ફિલ્મ એનિમલ મોટી ઓપનિંગ માટે તૈયાર છે. ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે ફિલ્મ પહેલા વીકેન્ડમાં ઓછામાં ઓછી 100 કરોડની કમાણી કરશે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર સાથે રશ્મિકા મંદાના પણ છે, આ સાથે જ ફિલ્મમાં અનિલ કપૂર રણબીરના ઓનસ્ક્રીન પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેડ એક્સપર્ટ અનુસાર ફિલ્મ એનિમલ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર 40 કરોડ રૂપિયાની કમાણી, તો વર્લ્ડ વાઈડ 90-100 કરોડનું ઓપનિંગ કરે એવી શક્યતા છે.
સાથે જ ટ્રેડ એક્સપર્ટનું એમ પણ કહેવું છે કે 'જો લોકોના રિવ્યુ સારા રહ્યા તો શનિવારે ફિલ્મ 45 કરોડની કમાણી કરી શકે છે અને આ વિકેન્ડ સુધીમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસમાં 100 કરોડનો આંકડો પાર કરી શકે છે.' આગળ એમને કહ્યું કે, 'સેન્સરના A પ્રમાણપત્ર, ફિલ્મની લાંબી અવધિ અને નોન-હોલિડે રિલીઝ હોવા છતાં, હું ફિલ્મ માટે એક શાનદાર શરૂઆતની અપેક્ષા રાખું છું. રણબીર કપૂર ઇચ્છે છે કે તેની ફિલ્મો નોન-હોલિડે રિલીઝ હોવા છતાં બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરે. '
#Animal Fri / Day 1 at national chains… Update: 10.45 pm…
— taran adarsh (@taran_adarsh) December 1, 2023
⭐️ #PVRInox: ₹ 19.25 cr
⭐️ #Cinepolis: ₹ 5.15 cr
⭐️ Total: ₹ 24.40 cr
⭐️ #MovieMax: ₹ 1.04 cr / 10 pm; highest opener ever… #Jawan was ₹ 1.01 cr
⭐️ #NYCinemas: ₹ 42 lacs / 9 pm
Day 1 of other biggies at national… pic.twitter.com/r7xMtPTkyA
'એનિમલ'ની વાર્તાની વાત કરીએ તો તેમાં એક પુત્ર અને પિતાની વાર્તા બતાવવામાં આવી છે. એક દીકરો તેના પિતા માટે કેટલી હદે જઈ શકે છે તે ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. રણબીર કપૂરની સાથે બોબી દેઓલના લુક્સે પણ ચાહકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકાના સંપૂર્ણ રોમાન્સ બતાવવામાં આવ્યા છે. બંનેના કેટલાક ઈન્ટિમેટ સીન છે. 'હુઆ મેં તેરા' ગીત પણ એકદમ રોમેન્ટિક છે. રણબીર કપૂરની ફિલ્મના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે અને કેટલાક ચાહકોએ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી છે.
રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. ફિલ્મ જોયા પછી દર્શકો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ એમની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.