બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઘૂમ 4માં ધૂમ મચાવશે રણબીર કપૂર, વિલેન બનશે કે હીરો? આ સમયે શરૂ થશે શૂટિંગ?

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ધૂમ 4માં ધૂમ મચાવશે રણબીર કપૂર, વિલેન બનશે કે હીરો? આ સમયે શરૂ થશે શૂટિંગ?

Last Updated: 11:18 AM, 14 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રણબીર કપૂર આજકાલ ' ધૂમ 4 ' ની તૈયારી કરી રહ્યો છે જેનું શૂટિંગ એપ્રિલ 2026માં શરૂ થશે. લવ એન્ડ વોર અને રામાયણ સાથે અભિનેતાના આ પ્રોજેક્ટ્સ પણ લાઇનઅપ છે.

1/6

photoStories-logo

1. રણબીર 'લવ એન્ડ વોર'માં વ્યસ્ત

અભિનેતા રણબીર કપૂર હાલમાં મુંબઈમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ લવ એન્ડ વોરમાં આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ધૂમ 4 એપ્રિલમાં ફ્લોર પર જશે

સૂત્રો અનુસાર ધૂમ 4 માટે રણબીર કપૂરનો દેખાવ અલગ હોવો જરૂરી છે અને તે શરૂ કરતા પહેલા, તે તેના બે વર્તમાન પ્રોજેક્ટ્સ પૂર્ણ કરશે. ધૂમ 4 આગામી એપ્રિલમાં ફ્લોર પર જવાની અપેક્ષા છે. પ્રોડક્શન ટીમ હાલમાં ફિલ્મ માટે બે મુખ્ય ફિમેલ લીડ અને વિલનને કાસ્ટ કરી રહી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે વિલનની ભૂમિકા માટે સાઉથ માંથી કોઈને કાસ્ટ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ધૂમ માટે દર્શકો ઉત્સાહિત છે

2004 માં આદિત્ય ચોપરાના પ્રોડક્શન હેઠળ શરૂ થયેલી 'ધૂમ' ફ્રેન્ચાઇઝીએ જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા અભિનીત એક્શન સિનેમામાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો. 'ધૂમ 2' (2006) માં ઋતિક રોશને અને 'ધૂમ 3' (2013) માં આમિર ખાને પોતાની ફિલ્મોથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. હવે દર્શકો 'ધૂમ 4' ના કલાકારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રણબીર કપૂર ધૂમ 4 નો ભાગ

ફિલ્મમાં રણબીર કપૂરને કાસ્ટ કરવા અંગે એક સૂત્રએ જણાવ્યું હતું કે રણબીર સાથે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. તેણે સ્ક્રિપ્ટ સાંભળી ત્યારથી જ 'ધૂમ 4'નો ભાગ બનવામાં રસ દાખવ્યો હતો અને હવે તે આખરે તેનો ભાગ બની ગયો છે. આદિત્ય ચોપરાને લાગે છે કે ધૂમ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવા માટે રણબીર યોગ્ય પસંદગી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ પ્રોજેક્ટમાં પણ રણબીર

રણબીરનો બીજો મોટો પ્રોજેક્ટ, નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'રામાયણ' પણ પાઇપલાઇનમાં છે, જોકે, સંદીપ રેડ્ડી વાંગાના આગામી પ્રોજેક્ટ પ્રભાસના 'સ્પિરિટ' પર હજુ પણ કામ ચાલી રહ્યું હોવાથી સિક્વલમાં સમય લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એનિમલની સિક્વલ પાઇપલાઇનમાં

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રણબીર પાસે બીજા ઘણા મોટા પ્રોજેક્ટ્સ પણ છે. 'એનિમલ' ની સિક્વલ, જેનું શીર્ષક 'એનિમલ પાર્ક' છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Ranbir Kapoor Dhoom 4

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ